મમ્મી બન્યા બાદ સામે આવી સિંઘમ અભિનેત્રી કાજલ અગ્રવાલના નવા લુકની તસવીરો, જોવા મળ્યુ એકદમ પરફેક્ટ ફિગર

સાઉથથી લઇને બોલિવુડની ફિલ્મોમાં પોતાના અભિનયનો જલવો બરકરાર રાખવાવાળી કાજલ અગ્રવાલ હાલમાં જ એક દીકરાની માતા બની છે. જેનું નામ નીલ કિચલુ રાખવામાં આવ્યુ છે. મધર્સ ડેના અવસર પર તેણે તેના દીકરાની પહેલી ઝલક પણ ચાહકો સાથે શેર કરી હતી. ત્યારે હવે કાજલની એવી તસવીરો સામે આવી છે, જેમાં ડિલીવરી પછીનું તેનું પરફેક્ટ ફિગર જોવા મળી રહ્યુ છે. અભિનેત્રીએ નિયોન ગ્રીનના ડિઝાઇનર આઉટફિટ્સમાં ઘણી તસવીરો શેર કરી છે.

જેમાં તે ઘણી બદલાયેલી જોવા મળી રહી છે. માતા બન્યા બાદ કાજલના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે.સાથે જ ડિલીવરી બાદ તેના શેપમાં પણ વધારે ફરક જોવા મળ્યો નથી. કારણ કે પ્રેગ્નેંસી દરમિયાન પણ તે લાઇટ વર્કઆઉટ કરતી જોવા મળી હતી. હાલ તો કાજલ તેનું મધરહૂડ એન્જોય કરી રહી છે અને તેના ન્યુ બોર્ન બેબીનું ધ્યાન રાખતી જોવા મળી રહી છે.

અભિનેત્રીની આ તસવીરોના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને ઘણા ચાહકો તેને માતા બનવા માટે અભિનંદન પણ આપી રહ્યા છે. કાજલ અગ્રવાલ હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ફિગર બતાવી રહી છે.આ તસવીરોમાં તે સુપરફિટ જોવા મળી રહી છે. આ દરમિયાન કાજલ અગ્રવાલ બેડ પર સૂતી વખતે પણ પોઝ આપતી જોવા મળી રહી છે.

સિંઘમ સ્ટારની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં, કાજલ અગ્રવાલ માતા બન્યા પછી પ્રથમ વખત તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. કાજલ અગ્રવાલે માતા બન્યા બાદ પ્રથમ વખત ચાહકોને પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો છે.

આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. લેટેસ્ટ ફોટોઝમાં કાજલ અગ્રવાલ અરીસાની જેમ ચમકતી જોવા મળી રહી છે. અભિનેત્રીની ત્વચા પર ઘણી ચમક છે. કાજલ અગ્રવાલની આ તસવીરો જોયા બાદ તેના ફેન્સ કરોડો ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.કાજલ અગ્રવાલ થોડા દિવસ પહેલા જ માતા બની હતી. માતા બન્યા બાદ કાજલે જે ફોટોશૂટ કરાવ્યુ છે, તેમાં તેનું ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જણાવી દઈએ કે કાજલ અને ગૌતમ એપ્રિલમાં પુત્રના માતા-પિતા બન્યા હતા. બંનેએ પોતાના પુત્રનું નામ નીલ રાખ્યું છે. જો કે બંનેએ હજુ સુધી પોતાના પુત્રનો ફોટો શેર કર્યો નથી.પરંતુ એક ઝલક જરૂર દેખાડી છે.

Shah Jina