ખબર મનોરંજન

પહેલી વાર સામે આવી કાજલ અગ્રવાલના લગ્નની તસ્વીર, ફેરાના સમયે લાગી રહી હતી બેહદ ખુબસુરત- જુઓ 8 તસ્વીર

સિંઘમની અભિનેત્રીએ શોધી લીધો 7 જન્મનો સાથી, જુઓ લગ્નની તસ્વીરો

એક્ટ્રેસ કાજલ અગ્રવાલ શુક્રવારે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. કાજલે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. કાજલ અને ગૌતમના લગ્ન મુંબઈની તાજ હોટેલમાં સંપન્ન થયા હતા. કોરોનાની મહામારીને કારણે કાજલ અને ગૌતમના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ શામેલ થયા હતા.

Image source

આ બંનેએ લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી ના હતી. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની ઘણા દિવસથી ચર્ચા ચાલતી હતી. કાજલ અને ગૌતમના લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image source

કાજલ અને ગૌતમની વરમાળાની તસ્વીર પણ સામે આવી છે. આ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લગ્નની એક તસ્વીરમાં કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુ એક સાથે સોફા પર બેસેલા જોવા મળે છે. કાજલ મંત્ર વાંચી રહેલા પંડિતજીને જોઈને ખુશ જોવા મળી રહી છે. તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે જરૂર ત્યાં કોઈ મજાકભરી વાત થઇ હોય.

Image source

આ તસ્વીરનો કાજલના ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ગૌતમ કિચલુ સાથે ફેરા લેતી વખતે કાજલ બેહદ ખુબસુરત નજરે ચડી રહી છે. હાથ પકડીને અગ્નિને સાક્ષી માનીને ફેરા લેતો ગૌતમ આત્મવિશ્વાસથી ભરપૂર નજરે ચડે છે.

Image source

કાજલ રેડ કલરના ચણિયાચોલીમાં નજરે આવી હતી. માથા પટ્ટી, કંદોરા અને હેવી નેકલેસ સાથે લુકને પૂર્ણ કર્યો હતો. જયારે ગૌતમ સફેદ રંગની શેરવાનીમાં નજરે આવ્યો હતો.

Image source

કાજલે આ મહિનાની શરુઆતમાં જ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્નની જાહેરાત કરી હતી. કાજલે જણાવ્યું હતું કે, 30 ઓક્ટોબરએ બંને લગ્ન ગ્રંથિથી બંધાશે. આ પહેલા કાજલ અગ્રવાલની મહેંદી સેરેમની અને બેચલર પાર્ટીની તસ્વીર પણ ઘણી વાયરલ થઇ હતી.

ગૌતમ કિચલુ એક ઉદ્યોગસાહસિક અને ઇન્ટરિયર ડિઝાઇનર છે. તેઓ ડિઝર્ન લિવિંગ ડિલઝાઇન શોપના સ્થાપક પણ છે. ગૌતમ કીચલુની કંપની હાઉસની ડિઝાઇન ઉપરાંત ફર્નિચર, ડેકોરેશનની આઈટમ, પેઇન્ટિંગ્સ અને અન્ય ઘરની વસ્તુઓ વેચે છે. ગૌતમ અને કાજલ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.