સાઉથના આ દિગ્ગજ અભિનેતાના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ, થોડા મહિનાઓ પહેલા જ ચિરંજીવી સાથે કરી હતી જન્મ દિવસની ઉજવણી

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવવાનો સિલસિલો ચાલુ જ છે. હાલમાં જ એક એવી જ દુઃખદ ખબર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવી છે, જ્યાં એક દિગ્ગજ અભિનેતાના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી આગવું નામ બનાવનારા દિગ્ગજ અભિનેતા કૈકલા સત્યનારાયણનું આજે સવારે હૈદરાબાદ સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થઇ ગયું છે.

અભિનેતાની ઉંમર 87 વર્ષની હતી અને તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. સત્યનારાયણના નિધનની ખબર સામે આવતા જ આખી ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતાના અંતિમ સંસ્કાર આવતીકાલે 24 ડિસેમ્બરના રોજ મહાપ્રસ્થાનમાં કરવામાં આવશે. અભિનેતાના નિધનની જાણકારી વામશી શેખર દ્વારા ટ્વીટર પર આપવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, “પીઢ અભિનેતા કૈકલા સત્યનારાયણનું નિધન થયું છે. તેમની આત્માને શાંતિ મળે.” કૈકલા સત્યનારાયણે આજે સવારે હૈદરાબાદના ફિલ્મ નગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાએ વર્ષ 1960માં નાગેશ્વરમ્મા સાથે લગ્ન કર્યા અને તેઓ બે પુત્રી અને બે પુત્રોના માતા-પિતા છે. સત્યનારાયણનું અવસાન તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટો ફટકો છે. ફેન્સ અને સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

કૈકલા સત્યનારાયણને તેલુગુ સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. તેમણે 750થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે મહેશ બાબુ, એનટીઆર અને યશ સાથે પણ કામ કર્યું છે. તેઓ અભિનેતા હોવાની સાથે સાથે ફિલ્મ નિર્માતા પણ હતા. તેને તેલુગુ બ્લોકબસ્ટર ફિલ્મ KGF પણ રજૂ કરવામાં આવી હતી. થોડા મહિનાઓ પહેલા જ અભિનેતા ચિરંજીવીએ અભિનેતા કૈકલા સત્યનારાયણને હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને તેમને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.

Niraj Patel