ચોમાસામાં ફરવા માટે ગુજરાતની આ જગ્યા વિદેશથી જરા પણ કમ નથી, નજારો જોઈને વિદેશીઓ પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

આ કોઈ વિદેશ નથી પણ આપણું ગુજરાત જ છે… વિદેશની મેગેઝીન માં ફરવાલાયક સ્થળો માં છે આનું નામ…ફરવા જવું હોય તો જુઓ વીડિયો

ગુજરાતનું આ સ્થળ ચોમાસામાં બની જાય છે સ્વર્ગ, તમને પણ નહિ ખબર હોય તેના વિશે, વિશ્વના 52 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળમાં રહી ચૂક્યું છે 3જા નંબરે, જુઓ તસવીરો અને વીડિયો

સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે અને ચોમાસાની અંદર નદી નાળા પણ છલકાઈ ગયા છે, ત્યારે ચોમાસામાં સમયમાં પ્રકૃત્તિ પણ પૂર બહારમાં ખીલતી હોય છે અને ઘણા પ્રવાસીઓ પણ આવા સ્થળોની મુલાકાત લેવા માટે જતા હોય છે. ગુજરાતમાં પણ આવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં પ્રકૃતિ અને વહેતા ઝરણાં તેમજ ધોધનો આનંદ લેવા માટે ઘણા પ્રવાસીઓ જાય છે. (તમામ તસવીરો: દક્ષ પાંધી/ઇન્સ્ટાગ્રામ)

ત્યારે આજે અમે તમને ગુજરાતની જ એક એવી જગ્યા બતાવીશું જેની નોંધ આંતરરાષ્ટ્રીય લેવલે પણ લેવામાં આવી છે. અમેરિકાથી પ્રકાસશીટ થતા વિશ્વના સર્વોચ્ચ સમાચારપત્ર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા 2021માં પસંદ કરવામાં આવેલા વિશ્વના 52 સ્થળોની યાદીમાં પણ આ જગ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ જગ્યા છે પશ્ચિમ કચ્છના નખત્રાણા નજીક આવેલા ભુજથી 25 કિ.મી. દૂર આવેલો કડિયા ધ્રો. જેને ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા 52 સ્થળોની યાદીમાં 3જા નંબર ઉપર મુકવામાં આવ્યું હતું. કુદરતી કોતરકામ ધરાવતા આ ધોધ જોશભેર વહેતાં પાલર પાણીથી ખીલી ઉઠ્યો છે અને ના માત્ર પ્રકૃતિપ્રેમી, પરંતુ ચોમાસામાં સૌ કોઈને આ નજારો અભિભૂત કરનારો બને છે.

ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા અને 25 હજાર મીટરની ત્રિજ્યાવાળા આ સ્થળે વરસાદી પાણીની આવકથી નજારો રમણીય બની જાય છે. દર ચોમાસે આ સ્થળે ખીણમાં વહેતા ધોધથી બેનમૂન સ્થળ બની જાય છે. માત્ર કચ્છના જ નહીં, પરંતુ દર વર્ષે અહીં દેશભરમાંથી પર્યટકો વરસાદને પગલે કુદરતી સૌંદર્ય નિહાળવા ઊમટી પડે છે. આ ધોધનું પાણી નિરોના ડેમમાં એકત્ર થાય છે.

નખત્રાણાના દુર્ગમ વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. કોટડા થરાવડા, ભડલી, લાખીયારવીરા, જતાવીરા, મોરજર અને નથ્થરકૂઇના નિર્જન વિસ્તારોમાં કુદરતે કમાલનું નક્શીકામ કર્યું છે. ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે ક્યાંક નાના નાના ઝરણા વહેતા જોવા મળે છે. ઉંડી ઉંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ પણ જોવા મળે છે જેને ગામઠી ભાષામાં ધ્રો કે વાય તરીકે ઓળખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Dax Pandhi 🦖 (@daxpandhi)

સોશિયલ મીડિયામાં કડિયા ધ્રોનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોને ગુજરાત ઇન્ફોર્મેશનના ટ્વીટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. જેને દક્ષ પાંધી નામના વ્યક્તિ દ્વારા ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં કડિયા ધ્રોનો અદભુત નજારો પણ જોવા મળી રહ્યો છે. દક્ષ પાંધી દ્વારા આ ધોધની ઘણી તસવીરો પણ શેર કરવામાં આવી છે.

 

Niraj Patel