200 મિલિયન ડોલરનો છે આ મહેલ, ડાઇનિંગ ટેબલ પર ચાંદીની ટ્રેનથી સર્વ થાય છે જમવાનું- જુઓ તસ્વીરો
દેશના સૌથી મોટા પ્રિસ્લી સ્ટેટ ગ્વાલિયરના મહારાજા જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજશાહી વૈભવ આજે પણ અકબંધ છે. આઝાદી પહેલા અંગ્રેજો આ રાજવંશના મહારાજને 21 બંદુકોથી સેલ્યુટ કરતા હતા. પરંતુ હાલ તો આવો કોઈ પ્રોટોકોલ નથી રહ્યો. પરંતુ સિંધિયાના મહેલ જયવિલાસ પેલેસ આજે પણ હજુ અનોખો છે.

ગ્વાલિયરના સિંધિયા રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાનો જન્મ 1 જાન્યુઆરી 1971માં થયો હતો. તેમના પિતા માધવરાય સિંધિયા ગ્વાલિયરના રાજા હતા.રાજપરિવાર અને રાજનીતિના માહોલને કારણે જ્યોતિરાદિત્ય સિંધિયા બાળપણથી જ રાજનીતિને સમજતા હતા.

રાજમહેલમાં રહેવાને કારણે જ્યોતિરાદિત્ય સિંધિયાની સંપત્તિ અને જીવન શૈલી એક સપના જેવી છે. જયવિલાસ પેલેસ 1874માં યુરોપિયન શૈલીમાં બનાવવામાં આવ્યો હતો. આ મહેલ બનાવવા પાછળની ઇતિહાસ કંઈક એવો છે. સિંધિયા રાજવંશ જયાજીરાવ 8 વર્ષની ઉંમરે ગ્વાલિયરના રાજા બન્યા હતા. યુવાન થતા તેને ઇંગ્લેન્ડના શાસક એડવર્ડને ભારત આવવા માટેનું નિમંત્રણ આપ્યું હતું. ત્યારે તેના સ્વાગત માટે જયાજીરાવે જયવિલાસ પેલેસનું નિર્માણ કરવાની યોજના બનાવી હતી. જયાજીરાવે ફ્રાંન્સના આર્કિટેક્ટ મિશેલ ફિલૉસને નિયુક્ત કર્યા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયા 400 રૂમવાળા શાહી મહેલમાં રહે છે. 400 રૂમવાળો આ મહેલ આખો સફેદ છે. આ મહેલ 12 લાખ વર્ગ ફૂટમાં બનેલો છે. તે સમયે આ મહેલની કિંમત 1 કરોડ રૂપિયા હતી. આ મહેલની વર્તમાન કિંમત 10 હજાર કરોડથી પણ વધારે આંકવામાં આવે છે. 400 રૂમવાળા શાહી મહેલમાં 40 રૂમમાં મ્યુઝિયમ જયારે મહેલની છત સોનાથી જડેલી છે.

જયવિલાસ પેલેસનો ભવ્યતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય. કારણકે ,મહેલમાં આવેલો દરબાર હોલ 100 ફૂટ લાંબો, 50 ફૂટ પહોળો, 41 ફૂટ ઊંચો છે. આ હોલની છતમાં 140 વર્ષોથી 3500 કિલોના 2 ઝૂમર લટકે છે. આ ઝૂંમરોને બેલ્ઝિયમ કારીગરોએ બનાવ્યા હતા. આ હોલમાં જ ખાલી 450 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું હતું કે, આ મહેલની અંદર ભારેખમ ઝૂમર લગાવતા પહેલાં માઈકલ ફિલોસે મહેલની છત પર 10 હાથીઓને ચડાવી 7 દિવસ સુધી જોવામાં આવ્યું હતું કે, આ છત આ વજન ખમી શકશે કે નહીં. ત્ત્યારબાદ જ આ ઝૂમર લગાવવામાં આવ્યા હતા. મહેલમાં જમવાનું પીરસવા માટે ડાઇનિંગ હોલમાં ચાંદીની ટ્રેન છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ 12 ડિસેમ્બર 1994ના રોજ વડોદરાના ગાયકવાડની રાજકુમારી પ્રિયદર્શની સાથે લગ્ન કર્યા હતા. પ્રિયદર્શની દુનિયાની 50 સૌથી ખુબસુરત મહિલાઓની યાદીમાં જગ્યા બનાવી ચુકી છે. બન્નેને એક પુત્ર મહાઆર્યમન અને પુત્રી અનન્યારાજે છે.