જૂનાગઢ સોમનાથ રોડ ઉપર બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કોંગ્રેસના મહિલા સભ્ય અને દિયરનું કરુણ મોત

છેલ્લા કેટલાય સમયથી લોકડાઉનના કારણે બંધ પડેલા રોડ અને રસ્તાઓ હવે લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે જ ફરી ધમધમવા લાગ્યા છે ત્યારે આ દરમિયાન દેશ અને રાજ્યમાંથી ઘણી અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.

હાલ જૂનાગઢ સોમનાથ હાઇવે ઉપર  ગળદર ચોકડી નજીક  એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા અને તેના દિયરનું કરુણ મોત નીપજ્યું છે. ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માતની અંદર માંગરોળ નગરપાલિકા કોંગ્રેસ સભ્ય કાંતાબેન ગોહિલ અને તેમના દિયરે દિનેશ રામજીભાઇ ગોહિલનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કાંતાબહેન અને તેમના દિયર દિનેશભાઇ કોઈ સામાજિક કામકાજ માટે માળીયા હાટી જતા હતા. તે સમયે ગળોદર ચોકડી પાસે એક ટ્રક કાળ બનીને આવી અને બાઇકને અડફેટે લીધી હતી. જ્યાં બંન્નેના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. મહિલાનો મૃતદેહ ટ્રકના ટાયરમાં ફસાઇ ગયો હતો. જ્યારે ટ્રકની ટક્કરે ફંગોળાયેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત મેઈન હાઈવે પાસે થતા થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Niraj Patel