એ નવાબ જેણે તેના કૂતરાના લગ્નમાં ખર્ચ કરી દીધા કરોડો રૂપિયા, 1.5 લાખથી વધુ મહેમાનોનો કર્યો હતો જમણવાર

એ નવાબ જેણે ખાસ કૂતરાના લગ્નમાં ઉડાવી દીધા કરોડો રૂપિયા, ત્રણ દિવસ ચાલી હતી દાવત

ભારતમાં રાજા, મહારાજા અને નવાબોની જીવનશેલીની હંમેશા ચર્ચા રહે છે. તેઓ તેમના અજીબ શોખ માટે ભારત જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં મશહૂર હતા. આ લોકોના શોખ અને તે માટે ખર્ચ કરવામાં આવેલા પૈસા વિશે જાણીને એવું કોઇ નહિ હોય જે ચોંકી ના જાય.

આઝાદી પહેલા જૂનાગઢના નવાબ તેમના કૂતરા પાળવાના શોખ માટે જાણિતા હતા. પરંતુ એકવાર તો તેમને ગજબ કર્યું. તેમણે એ નિર્ણય કર્યો કે, તેઓ તેમના પસંદગીતા કૂતરીના લગ્ન કોઇ રાજઘરાના કૂતરા સાથે જ કરશે. આ લગ્ન એવા હશે કે લોકો યાદ રાખશે અને હકિકતમાં આવું જ થયું.

જૂનાગઢના નવાબ મહાબત ખાનને કૂતરાઓ પાળવાનો શોખ હતો. તેઓ કૂતરા ત્યાં રાખતા હતા જયાં વીજળી અને ફોનની સુવિધા હોય. આ સાથે જ 24 કલાકના નોકર પણ હાજર હોય. જો કોઇ કૂતરો મરી જાય તો તેને પૂરી વિધિ સાથે કબ્રસ્તાનમાં દાટવામાં આવતો હતો.

Image source

વિખ્યાત ઇતિહાસકાર ડોમોનિક લોપિયર અને લેરી કોલિન્સે તેમના પુસ્તકમાં “ફ્રીડમ એટ મિડનાઇટ”માં મહાબત ખાનના આ શોખનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ કે, એકવાર મહાબત ખાને ધૂમધામથી એક કૂતરાના લગ્ન કર્યા. આ લગ્નનું નિમંત્રણ ભારતના તમામ રાજા-મહારાજાઓ અને અમીરોને આપવામાં આવ્યુ હતું.

લોપિયર અને કોલિનસ અનુસાર, આ લગ્નનમાં લગભગ 1.5 લાખથી વધુ મહેમાન સામેલ થયા હતા. આ લગ્નમાં નવાબે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

કૂતરા પાળવાના શોખિન નવાબે લગભગ 800 કૂતરા પાળ્યા હતા. જો કે, બધા કૂતરામાં તેમને સૌથી વધારેે લગાવ એક ફિમેલ ડોગથી હતો. જેનું નામ રોશન હતું. રોશનના લગ્ન ધૂમધામથી બોબી નામના કૂતરા સાથે કરાવ્યા હતા. અમર ઉજાલા અનુસાર, આ લગ્નમાં નવાબે આજની કિંમત અનુસાર લગભગ 2 કરોડથી પણ વધુનો ખર્ચો કર્યો હતો.

Image source

સમાચારવાળા આ લગ્નનું રિપોર્ટિંગ કરવા આવ્યા હતા. નવાબે આ લગ્નની ફિલ્મ પણ બનાવડાવી, તસવીરો પણ ક્લિક કરાવડાવી. આ અવસર પર નવાબે એલાન કર્યું કે, તે તેમના ઘરે લગભગ 100 કૂતરા હજી પાળશે.

નોંધનીય છે કે, જૂનાગઢમાં જનમત સંગ્રહ થયો અને ત્યાંના લોકોએ ભારત સાથે રહેવાનો ઇનકાર કરી દીધો અને બાદમાં મહાબત ખાન પાકિસ્તાન ભાગી ગયા.

Shah Jina