પત્નીને બસમાં ચઢાવવા માટે પતિએ વાપર્યો એવો જુગાડ કે જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર અનોખી જુગાડ પણ જોવા મળે છે. આપણા દેશની અંદર ઘણા એવા લોકો હોય છે જે કોઈપણ સમસ્યામાંથી બહાર નીકળવા માટે અનોખા જુગાડ અપનાવતા હોય છે. ઘણા એવા જુગાડ પણ હોય છે જેને વારેવારે જોવા પણ ગમતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં પત્નીને બસની અંદર ચઢાવવા માટેનો જે જુગાડ અપનાવ્યો હતો તે વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે મહિલાને બસની અંદર સીટ નથી મળી રહી અને તે બસની બહાર ઉભી છે અને તેને અંદર લેવા માટે તેનો પતિ જે જુગાડ આપનાવે છે તે જોઈને તમને પણ જુના સમયમાં બસમાં બેસવાની યાદો તાજી થતી જોવા મળી જશે.

આજના સમયમાં પણ ઘણા ગામડાઓની અંદર બસના નિર્ધારીત સમય હોય છે અને આવનજાવન માટે કોઈ વિશેષ સુવિધા પણ નથી હોતી જેના કારણે લોકો એક જ બસ ઉપર નિર્ભર રહે છે અને બસ આવતા જ ગમે તેમ કરીને બસમાં ઘુસી જવાનું વિચારતા હોય છે. ઘણા લોકો બારીમાંથી અંદર ઘુસી જાય છે તો ઘણા લોકો બસની છત ઉપર પણ બેસી જતા હોય છે.

આ વાયરલ વીડિયોમાં પણ એવી જ કંઈક જોવા મળી રહ્યું છે. એક બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી છે અને બસની છેલ્લી સીટની બહાર એક ભાઈ બારીની બહાર જોઈ રહ્યા છે, નીચે એક મહિલા ઉભી છે તે પહેલા થોડો સામાન બારીમાંથી તે ભાઈને આપે છે અને પછી તે ભાઈનો હાથ પકડીને એવી રીતે ચઢી જાય છે કે લોકો પણ જોતા જ રહી જાય છે.

Niraj Patel