કોલ્ડ ડ્રિન્કની ખાલી બોટલથી આ યુવકે કર્યો એવો અનોખો જુગાડ કે ઊંચા ઝાડ ઉપર રહેલા ફળો તોડવા પણ બન્યા સાવ આસાન, જુઓ વીડિયો

આપણા દેશની અંદર કોઈ પણ સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ મળી જતો હોય છે, ખાસ કરીને ખેતી કામની અંદર ઘણા ખેડૂતો એવા એવા જુગાડ અપનાવે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે આજે સોશિયલ મીડિયાના જમાનામાં આવા દેશી જુગાડના ઘણા બધા વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે.

સોશિયલ મીડિયા ઉપર આવા જ જુગાડનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવકે કોલ્ડ ડ્રિન્કની ખાલી બોટલમાંથી એવી વસ્તુ બનાવી દીધી જેની મદદથી ફળ સરળતાથી તોડી શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલની મદદથી ફળને સરળતાથી તોડી શકે છે. આ જુગાડી બનાવનાર એક યુવક છે. સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે કે કેવી રીતે આ યુવકે પાઇપ, દોરડા અને પ્લાસ્ટિકની બોટલની મદદથી સરળતાથી ફ્રુટ બ્રેકર બનાવ્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને @archie65 નામના ટ્વિટર યુઝરે તેના ટ્વિટર એકાઉન્ટ પર  શેર કર્યો છે. આ વીડિયોને 7.7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel