ઓક્સફોર્ડમાં કર્યો અભ્યાસ તો પણ બેરોજગાર, હવે આર્થિક મદદ માટે માતા-પિતા પર જ ઠોકી દીધો કેસ
એક ઉંમર પછી વ્યક્તિ પોતાના માતા-પિતાનો ખર્ચ ઉઠાવવાનું શરૂ કરી દે છે, પણ એક મામલો સામે આવ્યો જે ઘણો હેરાન કરી દેનારો છે. એક વ્યક્તિએ તેના માતા-પિતા વિરૂદ્ધ કેસ કરી દીધો કારણ કે તે જીવનભર તેની આર્થિક મદદ કરે. 41 વર્ષિય ફેઝ સિદ્દિકી ઓક્સફોર્ડથી ગ્રેજ્યુએટ છે પણ તે બેરોજગાર છે. ત્યારે તે તેના માતા-પિતાને અદાલતમાં લઇ ગયો કારણ કે તે તેની જીવનભર આર્થિક સહાયતા કરી શકે.
સિદ્દિકીનો દાવો છે કે તે પૂરી રીતે અમીર માતા-પિતા પર નિર્ભર છે, જે દુબઇમાં છે. તેનું કહેવુ છે કે તે તેના માતા-પિતાથી આર્થિક મદદ મેળવવા માટે હકદાર છે કારણ કે સ્વાસ્થ્ય કારણોથી તે કમજોર રીતે મોટો થયો છે.તેણે સિદ્દિકી વિશ્વવિદ્યાલયથી સ્નાતક થયા બાદ લો ફર્મ્સમાં પણ કામ કર્યુ છે. તેનો તર્ક છે કે તેને પૈસા આપવાનો ઇનકાર કરવો એ માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય. તે વર્ષ 2011થી બેરોજગાર છે. વર્તમાનમાં તે એ ફ્લેટમાં રહે છે, જે તેની 69 વર્ષની માતા અને 71 વર્ષના પિતાના સ્વામિત્વમાં છે.
આ ફ્લેટ મધ્ય લંડનમાં હાઇડ પાર્ક પાસે છે.ફેઝના અમીર માતા-પિતા દીકરાને દર અઠવાડિયે 400 પાઉન્ડથી વધારેની રાશિ પ્રદાન કરે છે અને તેના બિલોની ચૂકવણી પણ કરે છે. જો કે, હવે તે દીકરાની આવી રીતની મદદ ઓછી કરવા માગે છે. સિદ્દીકીના મામલાને કોર્ટ ઓફ અપીલમાં મોકલવામાં આવ્યો છે કાણર કે પાછળના વર્ષે ફેમીલી કોર્ટના જજ દ્વારા ખારજ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં તેણે ખરાબ શિક્ષણ માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પર પણ કેસ ચલાવવાની કોશિશ કરી હતી અને 1 મિલિયન પાઉન્ડનો હર્જાનો માગ્યો હતો.