વાયરલ

લગ્નમંડપમાં મીઠાઈ ખવડાવવાના નામે જીજાજીએ થનાર પત્ની સામે જ ભૂલથી સાળીને કરી દીધી કિસ,પછી થયું કંઈક આવું

આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણા એવા ફની વીડિયો જોવા મળી જતા હોય છે જેને જોઈને કોઈપણ પોતાનું હસવું રોકી ન શકે. ખાસ કરીને લગ્ન સમારોહમાં એવા એવા ફની સેન્સ બનતા હોય છે કે તે કેમેરામાં કેપ્ચર થઈ જાય છે. લગ્નમાં જો સૌથી વધુ મજાક મસ્તી કરનારી જોડી હોય તો તે જીજા-સાળીની છે. લગ્ન સમયે બંને એકબીજાને પરેશાન કરવાના બહાના શોધતા રહેતા હોય છે.લગ્નમાં જો કે બુટ ચોરવાનો રિવાજ પણ સાળી જ કરે છે અને બાદમાં જીજા-સાળી વચ્ચે નાની-મોટી ફની લડાઈ પણ થાય છે.લગ્નમાં જો જીજા-સાળીની લડાઈ ન હોય તો લગ્નની શી મજા!

આવો જ એક ફની વીડિયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જ્યા ‘સાળી આધિ ઘરવાલી’ કહેવત બરાબર લાગુ પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વર-વધુ લગ્ન મંડપમાં ખુરશી પર બેઠેલા છે અને તેની સામે ઘણી સાળીઓ આવી જાય છે. જેમાંની એક ખુબ જ મજાકિયા અંદાજમાં જોવા મળે છે. આ સાળી પોતાના થનાર જીજાજીને રસગુલ્લા ખવડાવવા માટે આવે છે અને જીજાજી ભૂલથી સાળીના ગાલ પર લોકો અને પોતાની થનાર પત્ની સામે જ કિસ કરી લે છે.

સાળી જીજાજી સામે રસગુલ્લા લઈને ઉભી રહી જાય છે અને રાહ જોવે છે કે કયારે જીજાજી  મીઠાઈ લેવા માટે પોતાનું મોં આગળ કરે. જેવો જ સાળીએ હાથ આગળ વધાર્યો કે જીજાજી  તેનો હાથ પકડી લે છે અને સાળી પણ જીજાજીને મીઠાઈ ખડાવવાને બદલે પોતે મીઠાઇ ખાવા પોતાનું મોં આગળ કરે છે કે ભૂલથી જીજાજી સાળીના ગાલ પર કિસ કરી બેસે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

એવામાં જીજાજીને મીઠાઈ તો ન મળી પણ સાળીના ગાલ પર કિસ કરવાનો મોકો ચોક્કસ મળ્યો. સોશિયલ મીડિયા પર આ ફની વીડિયો ખુબ વાયલર થઇ રહ્યો છે અને લોકો ખુબ ફનિ કમેન્ટ્સ કરી રહ્યા છે. વિડીયો bhutni_ke_memes નામના એકાઉન્ટ દ્વાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તમે પણ જુઓ જીજા-સાળીના રોમાન્સનો ફની વીડિયો