હવે આ ચમચમાતી લક્ઝુરિયસ કારમાં પડશે રોણાની એન્ટ્રી, જીગ્નેશ કવિરાજે ખરીદી લાખો રૂપિયાની આ ગાડી

લોકપ્રિય સિંગર કવિરાજે ખરીદી લાખોની લક્ઝુરિયર્સ મર્સીડીસ ગાડી, નવી ગાડી સાથે આ સ્ટાઈલમાં આપ્યા પોઝ,કિંમત અને ફીચર જાણી દંગ રહી જશો

ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ તેમના ગીતોના કારણે હેમશા ચર્ચામાં રહેતા હોય છે, તેમના ગીતો ગુજરાતના દરેકે દરેક ગામ અને દરેકે દરેક ઘરમાં ગાવામાં આવે છે. જીગ્નેશ બારોટનો ચાહક વર્ગ પણ ખૂબ જ વિશાળ છે અને સોશિયલ મીડિયામાં પણ તેમને ઘણા લોકો ફોલો કરે છે.


જીગ્નેશ કવિરાજ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના કર્યક્રમોની ઝલક સાથે પોતાના જીવન સાઠવા જોડાયેલ બાબતો પણ શેર કરતા રહે છે. જીગ્નેશ બારોટ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોને પણ ચાહકો ખૂબ જ પસંદ પણ કરતા હોય છે.

હાલમાં જ જીગ્નેશ કવિરાજે તેમના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરીને એક ખુશ ખબરી આપી છે. તેમને હાલમાં જ એક સરસ મજાની લક્ઝુરિયસ કાર ખરીદી છે. જેની ઘણી બધી તસવીરો તેમને તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે.

જીગ્નેશ કવિરાજે લક્ઝુરિયસ બ્રાન્ડ મર્સીડિઝ કંપનીની c220d મોડલની કાર ખરીદી છે. જેમાં તે પોતાના પરિવાર અને સ્નેહીજનો સાથે તસવીરોમાં જોવા મળી રહ્યા છે. જીગ્નેશ કવિરાજની આ તસવીરો પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે અને તેમના ચાહકો પણ તેમને શુભકામનાઓ આપવા લાગી ગયા છે.

જીગ્નેશ બારોટે આ તસવીરો શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે કે, “જય માતાજી દરેક મિત્રો ને આજે જણાવતા આનંદ થાય છે કે જડીયાવીર દાદા અને હિંગલાજમાં ની અસીમ કૃપા થી આજે મે નવી મર્સીડીસ ગાડી લીધી છે તો માતાજીના આશીર્વાદ હંમેશા રહે એવી પ્રાર્થના !”

તમને જણાવી દઈએ કે મર્સીડિઝની આ કારની કિંમત 51 લાખ રૂપિયાથી શરૂ થાય છે, આ ખૂબ જ લક્ઝુરિયસ કાર છે અને શાનદાર ફીચર્સ સાથે આવે છે, ટીસરે જીગ્નેશ બારોટના કાર કલેક્શનમાં આ લક્ઝુરિયસ કાર તેમની શોભા વધારશે. જીગ્નેશ બારોટની આ વૈભવી કાર તેમના ઘરના આંગણામાં પણ શોભી ઉઠશે.

જીગ્નેશ બારોટે તેમના સોશિયલ મીડિયામાં ઘણી બધી તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે તેમની પત્ની સાથે આ લક્ઝુરિયસ કાર મર્સીડિઝ સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે, સાથે તેમના બાળકો પણ કારના બોનેટ ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અન્ય તસવીરોમાં તે તેમના ઓળખીતા સાથે પણ જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં જીગ્નેશ કવિરાજની આ તસવીરો અને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. જીગ્નેશ કવિરાજને પરિવાર સાથે જોવાનો લ્હાવો પણ તેમના ચાહકોએ માણ્યો અને તેમને આ રીતે ગરબા રમતા જોવાની ક્ષણ પણ કેમેરામાં કેદ થઇ ગઈ.

 

Parag Patidar