નાના ભાઈના મોતનું દુઃખ સહન ના કરી શક્યા મોટાભાઈ, 15 જ મિનિટમાં જ બે ભાઈઓના નિધનથી પરિવારમાં વર્તાઈ ગયો શોક

કોરોના કાળની અંદર કેટલાય પરિવાર ઉજળી ગયા છે, ઘણી એવી ખબરો પણ સાંભળવા મળે છે જે સાંભળીને ખરેખર ખુબ જ દુઃખ થાય એવી જ એક ખબર હાલ ઝુંઝનું જિલ્લાના શીશીયા ગામમાંથી સામે આવી છે. જ્યાં બે ભાઈનો નિધનથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

બંને ભાઈઓના મોત વચ્ચે ફક્ત 15 મિનિટનું જ અંતર હતું. સૌથી પહેલા નાના ભાઈનું નિધન થયું. આ ખબર સાંભળીને મોટાભાઈને પણ હાર્ટ એટેક આવી ગયો. જેના કારણે તેમનું પણ નિધન થઇ ગયું. એક સરકારી સ્કૂલમાં શિક્ષક હતા તો બીજા ભાઈ બડાગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર હતા.

શીશીયાના રહેવાસી ચન્દ્રરામ પુનિયાના દીકરા 44 વર્ષીય વિજય સિંહ અને 55 વર્ષીય રામનિવાસ ખતરામાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન વિજય સિંહની તબિયત બગડી. તેમને તાત્કાલિક એક પ્રાઇવેટ ગાડી દ્વારા ઝુંઝનુંમાં ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યા, જ્યાં તેમનું નિધન થઇ ગયું.

પોતાના ભાઈના નિધન થયાની ખબર સાંભળતા જ મોટાભાઈ રામનિવાસને પણ હાર્ટ એટેક આવ્યો અને તેમનું પણ નિધન થઇ ગયું હતું. આ મામલાની સૂચના પોલીસને આપવામાં આવી. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ શબને પરિવારને સોંપી દીધા. ત્યારબાદ બંને ભાઈઓની અંતિમ વિધિ કરવામાં આવી.

વિજય સિંહનો દીકરો મનોજ સેનામાં છે. જયારે દીકરી નેટની તૈયારી કરી રહી છે. રામનિવાસની બે દીકરીઓ અને એક દીકરો છે. દીકરી કવિતા પરણિત છે. નાની દીકરી પ્રિયંકા રીટની તૈયારી કરી રહી છે. દીકરો કમલેશ ચંડીગઢમાંમાં પોલીસ છે. એક સાથે બંને ભાઈઓના નિધનથી પરિવારમાં પણ માતમ પ્રસરી ગયો છે.

Niraj Patel