“શાર્ક ટેન્ક-2″માં જોવા મળ્યા તારક મહેતાના જેઠાલાલ ? જજના પણ ઉડી ગયા હોંશ, વાયરલ ફની વીડિયો જોઈને તમે પણ પેટ પકડી લેશો

જેઠાલાલની થઇ શાર્ક ઇન્ડિયામાં એન્ટ્રી ? ગડા ઇલેક્ટ્રોનિક માટે આવ્યા શોમાં, પછી સર્જાયો એવો માહોલ કે શોના જજ પણ હસી હસીને બઠ્ઠા વળી ગયા… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર રોજ અલગ અલગ પ્રકારના ફની વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા લોકો તો કેટલીક ક્લિપોને એડિટિંગ કરીને પોસ્ટ કરે છે અને પછી તો એવો વીડિયો બની જાય છે જે જોવાનું લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. હાલ એવો જ એક વીડિયો કોઈએ એડિટ કર્યો છે, જેમાં તારક મહેતાના જેઠાલાલની એન્ટ્રી શાર્ક ઇન્ડિયામાં બતાવવામાં આવી છે.

જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે, તો શાર્ક ટેન્ક ઇન્ડિયાની બીજી સીઝન પણ દર્શકોના દિલ જીતી રહી છે, એવામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તારક મહેતાના ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક પોતાની દુકાન માટે શાર્ક ઇન્ડિયામાં જતા જોવા મળી રહ્યા છે.

આ વાયરલ વીડિયોની શરૂઆતમાં, શાર્ક ટેન્કના જજ બતાવવામાં આવ્યા છે, ત્યારબાદ જેઠાલાલ શોમાં પ્રવેશ કરે છે, જે તેમની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સની વાત કરે છે. શોના જજ તેમનાથી પ્રભાવિત થાય છે. વીડિયોમાં જેઠાલાલ કહે છે કે, “હું ભલે મારા સ્ટોરની જુદી જુદી શાખાઓ બનાવી લઉં, પણ મારું પેટ માત્ર બે રોટલીથી જ ભરાય છે..”

વીડિયોમાં એક તબક્કે અનુપમ કહે છે, ‘ધંધો બહુ મુશ્કેલ છે, તમારે તેના પર કામ કરવાની જરૂર છે’, જેનો જેઠાલાલ મજાકમાં જવાબ આપે છે અને કહે છે ‘ચુપ રહે ના ભાઈ, બંધ કર તેરી બકવાસ’. પછી ધીમે ધીમે, જેઠાલાલની માંગ સાંભળીને, શોના નિર્ણાયકો મૂંઝવણમાં મૂકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by TheYTMemer (@theytmemer)

શોના જજે પણ આ મીમ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ તારક મહેતાના ચાહકો હસી રહ્યા છે, કારણ કે જેઠાલાલના મનની વાત બધા જાણે છે. ચાહકોનું કહેવું છે કે જો જેઠાલાલ શાર્ક પાસે ગયો હોત તો તે અશ્નીર ગ્રોવરની જગ્યા પણ છીનવી શક્યા હોત. એટલું જ નહીં, અમન ગુપ્તાએ પણ આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી અને ‘હાહાહા… લવિંગ ઇટ’ લખીને કોમેન્ટ કરી હતી.

Niraj Patel