ઋષભ પંતના ભયાનક અકસ્માત પછી વધુ એક મોટી સેલિબ્રિટીનો થયો અકસ્માત, દુનિયા બહારના કરોડો ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા

વર્ષ 2022નો અંત અને નવા વર્ષ 2023ની શરૂઆત આખા વિશ્વ માટે એટલી સારી નથી રહી. છેલ્લા થોડા જ દિવસોમાં ઘણી બધી દુઃખદ ખબરો પણ સામે આવી છે. જેમાં પીએમ મોદીના માતાના નિધન ઉપરાંત ક્રિકેટર ઋષભ પંતનો અકસ્માત અને મહાન ફૂટબોલર પેલેનું નિધન પણ સામે આવ્યું. ત્યારે હવે વધુ એક ખબરે આખી દુનિયાને નિરાશામાં ધકેલી દીધી છે. સૌથી લોકપ્રિય સિરીઝ “એવેન્જર” ફેમ જેરેમી રેનર સાથે પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં તેની હાલત ખુબ જ ગંભીર હોવાનું સામે આવ્યુ છે.

એવેન્જરની ફિલ્મોમાં હોકઆઈનું પાત્ર નિભાવનારા હોલીવુડ અભિનેતા જેરેમી રેનર વિકેન્ડ પર તેના ઘરની આસપાસ જામેલો બરફ હટાવી રહ્યો હતો. તે દરમિયાન જ તેની સાથે એક દુર્ઘટના સર્જાઈ. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. હાલમાં અભિનેતાની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. તેના અકસ્માતની ખબર સામે આવતા જ ચાહકો પણ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા લાગ્યા.

ત્યારે હાલમાં જ અભિનેતા સાથે જોડાયેલા પ્રવક્તા દ્વારા તેની હેલ્થ અપડેટ પણ આપવામાં આવી છે. તેમને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે “અમે એમ કહી શકીએ છીએ કે જેરેમી હાલમાં ક્રિટિકલ છે અને તેની હાલત સ્થિર બનેલી છે. આ દુર્ઘટના દરમિયાન તેમને ઇજા પણ પહોંચી છે. આ ઘટના રવિવાર રાતની છે. જયારે બરફ હટાવી રહ્યા હતા ત્યારે કેટલીક મોસમ સંબંધી સમસ્યાઓના કારણે આ દુર્ઘટના સર્જાઈ. તેમનો પરિવાર તેમની સાથે છે અને તેમને ખુબ જ સારી સારવાર મળી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રેનોથી લગભગ 25 મિલ દૂર માઉન્ટ રોજ સ્કી ટેહોની નજીક તેમનું ઘર છે. નવા વર્ષની સાંજે જ તેમના વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ. દુર્ઘટનાનો શિકાર થયા બાદ તેને એરલિફ્ટ કરાવીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો. જેરેમી હોલીવુડનો એક નામચીન અભિનેતા છે અને તે 2 વાર ઓસ્કર માટે પણ નોમિનેટ થયો છે. ગયા વર્ષે મેં મહિનામાં તે ભારત પણ આવ્યો હતો અને આ સમયે તે રાજસ્થાનના અલવરમાં કેટલીક સ્કૂલના બાળકોને પણ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jeremy Renner (@jeremyrenner)

Niraj Patel