ટીવીનો સૌથી લાંબો ચાલનારો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસિસ સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. અભિનેત્રીએ TMKOCના નિર્માતાઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. જો કે, અસિત મોદીએ આ આરોપોને ફગાવ્યા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે. ત્યારે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જેનિફર મિસ્ત્રી બંસીવાલે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
જેનિફર મિસ્ત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેણે કહ્યું, મારા મૌનને મારી નબળાઈ ન સમજો, હું મૌન હતી કારણ કે મારી પાસે શિષ્ટાચાર છે. ભગવાન સાક્ષી છે કે સત્ય શું છે, યાદ રાખ તેના ઘરમાં કોઇ ફરક નથી, તારામાં અને મારામાં. વીડિયો શેર કરતા જેનિફરે કેપ્શનમાં લખ્યું છે કે, “સત્ય બહાર આવશે. ન્યાયનો વિજય થશે.”
તમને જણાવી દઈએ કે જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને આ મામલે ત્રણેય વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. જેનિફરે કહ્યું કે અસિત મોદીએ તેના પર અભદ્ર ટિપ્પણી કરી છે. સિંગાપોરમાં TMKOCના શૂટિંગ દરમિયાન અસિતે તેને પોતાના રૂમમાં બોલાવી અને વ્હીસ્કી પીવા કહ્યું.
જેનિફરનું કહેવું છે કે એક વખત અસિતે તેને ગળે લગાડવાની અને તેને કિસ કરવાની વાત પણ કરી હતી, જેના પછી તે ખૂબ જ ડરી ગઈ હતી. આ સાથે જ જેનિફર મિસ્ત્રીએ એ પણ જણાવ્યું હતું કે આ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ તેની સાથે ઘણી વખત યૌન શોષણ કર્યું હતું. જો કે, તેણે શરૂઆતમાં તો નોકરી ગુમાવવાના ડરથી બધાને અવગણ્યુ. પણ હવે બહુ થઇ ગયુ. તેઓએ મને સેટ પર જબરદસ્તીથી રોકવાનો પ્રયાસ કર્યો અને ગેટ બંધ કરી દીધા અને મને બહાર ન જવા દીધી.
મેં એક મહિના પહેલા સત્તાવાળાઓને ફરિયાદ મેઇલ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. મને ખાતરી છે કે તેઓ તેની તપાસ કરશે અને આ બાબતે કામ કરશે. મેં એક વકીલ રાખ્યો છે અને હું જાણું છું કે મને બહુ જલ્દી ન્યાય મળશે. જેનિફરની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેનું સમર્થન કરી રહ્યા છે. એકે લખ્યું, “અમે બધા તમારી સાથે છીએ.” તો બીજા એકે લખ્યું, “ન્યાય માટે આગળ વધતા રહો.”
View this post on Instagram