ગૌતમ અદાણીનો સામાજિક સેવાનો અનોખો પરિચય, 10 હજાર કરોડના દાન સાથે ઉજવ્યો પુત્રનો પ્રસંગ

જીત અદાણી અને ડાયમંડના ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી દિવા જૈમિન શાહે એકબીજા સાથે લગ્નના તાંતણે બંધાયા છે. આ દરમિયાન, ગૌતમ અદાણીએ સામાજિક કાર્ય માટે 10,000 કરોડ રૂપિયા દાન આપ્યા.

જીત અને દિવાએ ખૂબ સરળતા સાથે લગ્ન કર્યા.લગ્નમાં પરંપરાગત પોશાકોમાં જીત અને દિવા ખૂબ સુંદર દેખાઈ રહ્યા છે. આ સમય દરમિયાન જીત ગોલ્ડન કલર શેરવાની અને દિવા વ્હાઇટ લેહેંગા અને રેડ વેલ્વેટ ચોલી અને દુપટ્ટામાં રાજકુમારી કરતા ઓછો દેખાતી ન હતી.

તેણે ભારે ઝવેરાત સાથે પોતાનો દેખાવ પૂર્ણ કર્યો છે.જીત અને દિવાના લગ્ર સમાપન પછી, ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું કે તે ખૂબ જ ખાનગી સમારોહ હતો, તેથી તે ઈચ્છ્યા છતા પણ તેમના શુભચિંતકોને આમંત્રણ આપી શક્યા નહીં.

દેશના દરેક ખૂણાના કલાકારોને જીત અને દિવાના લગ્નમાં આમંત્રણ અપાયું હતું. લગ્ન સ્થળ અને થીમ અત્યંત રંગીન હતા. ગયા વર્ષે 14 માર્ચે જીત અને દિવાએ સગાઈ કરી હતી.

આ સમય દરમિયાન પણ, પરિવારના સભ્યો અને ખૂબ નજીકના મિત્રોએ હાજરી આપી હતી. ગયા મહિને મહાકુંભમાં જોડાતા, ગૌતમ અદાણીએ કહ્યું કે તેમના પુત્રના લગ્ન ખૂબ જ સરળ શૈલીમાં થશે. અહેવાલ મુજબ લગ્નમાં ફક્ત 300 લોકોને બોલાવવામાં આવ્યા હતા.

Devarsh
error: Unable To Copy Protected Content!