23 ની ઉંમર, 31 મિલિયનથી વધારે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ, ફિગર જોઈને લાળ ટપકી જશે, જુઓ બોલ્ડ તસવીરો
23 વર્ષની નાની ઉંમરે લાખો લોકોના દિલો પર રાજ કરનારી અભિનેત્રી અવનીત કૌરને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે પોતાની એક્ટિંગ, ફેશન અને ડ્રેસિંગ સેન્સથી મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના ફોટોશૂટ શેર કરતી રહે છે, ત્યારે હાલમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને જોઈને ચાહકો દિવાના થઈ રહ્યા છે.
લોકપ્રિય ટીવી એક્ટ્રેસ અવનીત કૌર હંમેશા સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટા શેર કર્યા હતા. હંમેશની જેમ તે આ ફોટોઝમાં પણ અદ્ભુત લાગી રહી છે. અવનીત કૌર હંમેશા તેની ઉત્તમ ફેશન સેન્સ અને સુંદરતા માટે જાણીતી છે.
લુકની વાત કરીએ તો, અભિનેત્રીએ રેડ સ્કર્ટ સાથે શોલ્ડર લેસ ટોપ પહેર્યું છે, અને રેડ જેકેટ કેરી કર્યુ છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું, “In my red head era again.” અવનીતની આ તસવીરોએ ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. એકે કમેન્ટ કરી- ‘સુંદર.’જ્યારે બીજાએ લખ્યું- ‘ખૂબસૂરત.’ આ સિવાય એકે લખ્યું- ‘આ સુપર સ્માઈલને કોઇની નજર ના લાગે.
અભિનેત્રીના આ ફોટા જોઈને ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીએ આ લુક સાથે હળવો મેકઅપ કર્યો છે ને વાળ ખુલ્લા રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, અવનીતે બાળ કલાકાર તરીકે નાના પડદા પર તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ’થી કરી હતી, આ સિવાય અવનીત ડાન્સ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી.
અવનીતે ટીવી શો મેરી માથી અભિનયની શરૂઆત કરી હતી, આ શોમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં શો ‘સાવિત્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય અવનીત ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી.વર્ષ 2013માં એકવાર અવનીત ‘એક મુઠ્ઠી આસમાન’ શોમાં પાખી કપૂરના રોલમાં જોવા મળી હતી.
જણાવી દઈએ કે અવનીત કૌરે બોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું છે. તે નવાઝુદ્દીન સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળી હતી. જણાવી દઈએ કે અવનીત કૌરે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ફિલ્મ ‘લવ કી અરેન્જ્ડ મેરેજ’માં પણ જોવા મળી છે. આ દિવસોમાં અવનીત ‘લવ ઇન વિયેતનામ’નું શૂટિંગ કરી રહ્યો છે.