શોબિઝ છોડી એક્ટ્રેસ ઇશિકા તનેજા પહોંચી મહાકુંભ, બની સનાતની શિષ્યા- લીધી ગુરુ દીક્ષા
મહાકુંભ 2025માં ઘણા ચહેરા ચર્ચામાં રહ્યા, ત્યારે હવે વધુ એક નામ સમાચારોમાં છે. તે બીજુ કોઇ નહિ પણ મિસ વર્લ્ડ ટુરિઝમ અને મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકેલી દિલ્હીની રહેવાસી ઈશિકા તનેજા છે, જે આ દિવસોમાં મહાકુંભમાં પહોંચી છે અને તેણે આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો છે. જણાવી દઈએ કે, ઈશિકા તનેજાએ ગ્લેમરની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે, પરંતુ હવે તેણે આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો છે.
તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એ ધ્યાનમાં આવે છે કે તે ધર્મ તરફ આગળ વધી ગઈ છે. મિસ ઈન્ડિયા અને મિસ વર્લ્ડ ટૂરિઝમનો ખિતાબ જીતી ચૂકેલી અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત એક્ટ્રેસ ઈશિકા તનેજા હવે શ્રી લક્ષ્મી બનીને સનાતનને પ્રોત્સાહન આપી રહી છે. તેણે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પાસેથી ગુરુ દીક્ષા લીધી. આ દરમિયાન અભિનેત્રીએ કહ્યું કે નામ અને પ્રસિદ્ધિ પછી પણ જીવન અધૂરું લાગતું હતું. આવી સ્થિતિમાં જીવનમાં સુખ-શાંતિ માટે વાસ્તવિક જીવનને પણ સુંદર બનાવવું જરૂરી હતું.
તેથી જ તેણે ધર્મનો માર્ગ પસંદ કર્યો છે. ઈશિકાએ કહ્યું કે દરેક દીકરીએ ધર્મ માટે આગળ આવવું જોઈએ. તે એક વીડિયોમાં કહેતી જોવા મળે છે કે એક ચુટકી સિંદૂરની કિંમત શું કોઇ સમજશે ? બાબરના બાળકો તેની કિંમત સમજી શકતા નથી. એક ચપટી સિંદૂર આપણને લવ જેહાદ, ટ્રિપલ તલાક અને હલાલાથી બચાવે છે. તે છોકરીઓને સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા અને કાલી બનવાનું કહે છે.
આ સિવાય એક વીડિયોમાં અભિનેત્રી કહેતી જોવા મળે છે કે દેશની દીકરીઓને મનોરંજન, ડાન્સ કે શો કરવા માટે નથી બનાવવામાં આવી. આ દીકરીઓને ધર્મની રક્ષા માટે બનાવવામાં આવે છે. સાથે જ ફિલ્મી દુનિયા છોડવા વિશે તે કહે છે કે તેને જીવનમાં શાંતિ નથી મળી રહી. મેં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લીધી. તેમણે અમને કૃષ્ણની પૂજા કરવાનો આદેશ આપ્યો. આ પછી તેણે સનાતનને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું.
જો કે, તે સ્પષ્ટપણે કહે છે કે તે સાધ્વી બની નથી. તે સનાતની છે કારણ કે સાધ્વી બનવું સહેલું નથી. સાધ્વી બનવા માટે તપસ્યા કરવી પડે, ઘર છોડવું પડે છે, પિંડનું દાન કરવું પડે છે.તે કહે છે કે તેને સનાતની હોવાનો ગર્વ છે. ઇશિકાએ કહ્યુ- હું સેવાની ભાવનાથી જોડાયેલી છું. મહાકુંભમાં દૈવી શક્તિઓ છે. મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે મને શંકરાચાર્યજી પાસેથી ગુરુ દીક્ષા મળી છે.
ગુરુ મળવાથી જીવનને દિશા મળી છે. મારી સફર ખૂબ જ ફ્લોટિંગ રહી છે. મને ગિનિસ બુકનો એવોર્ડ મળ્યો. મિસ વર્લ્ડ ટુરિઝમ મેળવ્યુ. ભટ્ટ સાહેબ સાથે શ્રેણી કરી. ટી-સિરીઝના ઘણા ગીતો કર્યા, પરંતુ હું યોગ્ય સમયે ઘરે પાછી ફરી. સ્ત્રીઓને ટૂંકા વસ્ત્રો પહેરીને નાચવા માટે બનાવવામાં નથી આવી. તેને સનાતનની સેવા કરવા માટે બનાવવામાં આવી છે.’
View this post on Instagram