જય ભાનુશાળી અને માહી વિજ દીકરી તારા સાથે થયા સ્પોટ, રેસ્ટોરન્ટથી બહાર આવતા જ રડવા લાગી લાડલી

મુંબઇના જૂહુ સ્થિત રેસ્ટોરન્ટ બહાર થયા સ્પોટ, પરી જેવી દીકરી ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળી

ટીવીના જાણીતા એક્ટર અને હોસ્ટ જય ભાનુશાલી અને માહી વીજે 21 ઓગસ્ટ 2019ના રોજ એક નાની પરી તારાના પેરેન્ટ્સ બન્યા હતા. જય ભાનુશાળી અને માહી વિજની આંખોનો તારો એટલે કે તેમની લાડલી તારા ભાનુશાળી 2 વર્ષની થઇ ગઇ છે. 3 ઓગસ્ટના રોજ તારાનો બીજો જન્મદિવસ હતો.

થોડા સમય પહેલા જ કપલને દીકરી સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી. આ દરમિયાન માહી ઓફ શોલ્ડર ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી હતી. જય ભાનુશાળીએ વ્હાઇટ ટી શર્ટ અને જીન્સ પહેર્યુ હતુ. તારા કલરફુલ ફ્રોકમાં જોવા મળી હતી.

આ દરમિયાન તારા થોડી પરેશાન જોવા મળી હતી. તસવીરોમાં જોઇ શકાય છે કે, જેવી જ તારા રેસ્ટોરન્ટથી બહાર નીકળે છે કે તે માતાને ગળે વળગી રડવા લાગે છે. કપલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.

તારા ભલે 2 વર્ષની છે પરંતુ તે કોઇ સ્ટારથી કમ નથી. તે હંમેશા જ પોતાની ક્યુટનેસને કારણે ચર્ચામાં રહે છે. એટલું જ નહિ, નાની તારાના ઇન્સ્ટા પર ઘણા ફોલોઅર્સ છે. તમને જણાવી દઇએ કે, લગ્નના 8 વર્ષ બાદ 3 ઓગસ્ટ 2019ના રોજ દીકરી તારાના બાયોલોજિકલ પેરેન્ટ્સ બન્યા હતા. કપલના લગ્ન વર્ષ 2011માં થયા હતા.

કથિત રીતે કપલને  બે બાળકો છે, જેમને તેઓએ એડોપ કર્યા છે. આ બાળકો તેમના પેરેન્ટ્સ સાથે રહે છે પરંતુ તેમના અભ્યાસનો ખર્ચ જય અને કેટલીક જરૂરિયાતો જય અને માહી ઉઠાવે છે. તે બાળકોનું નામ ખુશી અને રાજવીર છે.

માહી અને જય આજકાલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. બંને  ભેગા મળીને નાની દીકરીનો ખ્યાલ રાખી રહ્યા છે. સોશિયલ મીડિયામાં બંનેની ખુબસુરત તસ્વીર છવાઈ ગઈ છે. માહીએ તેની દીકરી તારાના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીર શેર કરતા એક સ્પેશિયલ નોટ લખી છે.

માહીએ નોટમાં તેની દીકરીને એક સ્ટ્રોંગ માતાની સ્ટ્રોંગ ગર્લ જણાવી છે. માહીએ એ પણ લખ્યુ છે કે તે અને જય તારાને ખૂબ જ પ્રેમ કરે છે અને તે ભલે કેટલી પણ મોટી થઇ જાય પરંતુ તેમના માટે હંમેશા એક નાની બેબી અને નાની પ્રિસેંસ જ રહેશે.

Image source

તારાના આવ્યા બાદ કપલની પૂરી લાઇફ બદલાઇ ગઇ છે. બંને સોશિયલ મીડિયા પર દીકરી સાથેની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. તે બંને ટીવીના પાવર અને ક્યુટ કપલમાંના એક છે. તેઓની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવે છે. ચાહકો તે બંને પર ઘણીવાર પ્રેમ પણ લૂંટાવે છે.

Shah Jina