ઇસ્કોન અકસ્માતમાં મોતને ભેટેલા પરિવારજનોના ગળેથી નથી ઉતરી રહ્યો અન્નનો કોળિયો, પોલીસ જવાનની દીકરીના શબ્દો સાંભળીને ધ્રુજારી આવી જશે

તથ્ય પટેલે વિખેરી નાખ્યો પરિવારનો માળો, અકસ્માતમાં મોતને ભેટેલા પોલીસકર્મી જશવંતસિંહની દિકરીએ કહ્યું.. “મેં મારા પપ્પા…”, જુઓ

Jaswant Singh’s daughter sought justice : બુધવારની રાત્રે ઇસ્કોન બ્રિજ પર થયેલા અક્સમાતના કારણે આખું ગુજરાત શોકાગાર છે. આ સકસ્માતમાં 10 પરિવારના માળા વેરવિખેર થઇ ગયા અને તે પણ કોઈ 20 વર્ષીય લબરમૂછિયા યુવકની ભૂલના કારણે. એ કાળઝાળ રાત્રે જો તેને ઓવર સ્પીડમાં કાર ના હંકારી હોતી તો આજે કાળનો કોળિયો બની ગયેલા એ 10 લોકો જીવતા હોતા. ત્યારે મૃતકોના પરિવારજનો હજુ પણ આ શોકમાંથી બહાર નથી આવી શક્યા અને તેમના ગળેથી અન્નનો કોળિયો પણ ઉતરી નથી રહ્યો.

પરિવારની કરુણ કહાની :

આ ગોઝારા અકસ્માતમાં જે 10 લોકો મોતને ભેટ્યા તેમાં 9 લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જેમાં એક પોલીસકર્મી અને એક હોમગાર્ડ પર હતા. હાલ તમામના મૃતદેહને તેમના વતન મોકલી અને અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે, ત્યારે તેમના પરિવાર દ્વારા સામે આવી રહેલી કરુણ કહાની સાંભળીને કોઈનો પણ આત્મા કંપી ઉઠે છે. ત્યારે એવા જ એક મૃતક ટ્રાફિક પોલીસ જશવંતસિંહના પરિવારના પણ એવા જ હાલ છે.

દીકરાએ કરી ફાંસીની માંગ :

જશવંતસિંહ મૂળ પંચમહાલ જિલ્લાના સાંપા ગામના વતની હતા. જ્યારે તેમનો પાર્થિવ દેહ તેમના વતન પહોંચ્યા ત્યારે આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો અને તેમના પરિવારનું પણ હૈયાફાટ રુદન સામે આવ્યું હતું. જશવંતસિંહને સંતાનોમાં એક 22 વર્ષીય દીકરો અમુલ અને એક 19 વર્ષીય દીકરી જાગૃતિ છે. દીકરાએ કાર ચાલક તથ્યને ફાંસી થાય એવી માંગણી પણ કરી હતી. ત્યારે દીકરીના પણ પોતાના પિતાને યાદ કરીને રડી રડીને હાલ ખરાબ થઇ રહ્યા છે.

દીકરી કહ્યું, “મેં મારા પપ્પા ગુમાવ્યા” :

જાગૃતિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અમારે આ મામલે જલ્દી ન્યાય જોઈએ છે.” આ ઉપરાંત તેને આરોપીને ફાંસીની સજા થાય એવી માંગણી પણ કરી હતી. તેને જણાવ્યું કે, “. મેં મારા પિતા ગુમાવ્યા છે, તેને પણ ફાંસીની સજા જ મળવી જોઈએ. અમારે વહેલી તકે ન્યાય જોઈએ છે.” જશવંત સિંહનું ગામમાં ઘર પણ જર્જરિત છે. તેમનું સપનું ગામમાં પાકું મકાન બનાવવાનું અને તેમના બંને સંતાનોના લગ્ન કરાવવાનું હતું, પરંતુ હવે તેમની આંખોથી એ સપનું  જોવું અધૂરું રહી ગયું.

Niraj Patel