નીરવ પટેલ લેખકની કલમે

આ વિડીયોની કોમેન્ટ વાંચીને તમને પણ સમજાઈ જશે કે ઘરે રહેવું કેટલું જરૂરી છે?

ગઈકાલે કોરોના વાયરસના કારણે દેશભરમાં જાણતા કર્ફ્યુ લાગ્યો અને ઘણા લોકોએ તેનું સમર્થન પણ કર્યું, આખી દુનિયામાં હાલમાં કોરોના વાયરસના કારણે મહામારી ફેલાયેલી છે, ત્યારે મોટાભાગના લોકોએ આ બંધનું સમર્થ કર્યું હતું, અને પોતાના ઘરમાં જ રહ્યા હતા.

Image Source

ગુજ્જુરોક્સ દ્વારા પણ આ બંધને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું, એક દિવસ પોતાના પરિવાર સાથે પોતાના ઘરની અંદર રહેવાનો અનુભવ કેવો રહ્યો તે જાણવા માટે ગુજ્જુરોક્સ દ્વારા એકે લાઈવ કરવામાં આવ્યું જેમાં વિશ્વના ખૂણે ખૂણે રહેલા ગુજરાતીઓ જોડાયા. આ લાઈવ વીડિયોની અંદર ગુજરાતના ઘણા ગામ શહેર, સાથે ગુજરાત બહાર રહેતા ગુજરાતી તેમજ વિદેશમાં રહેતા ગુજરાતીઓએ પોતાની આસપાસમાં શું પરિસ્થિતિ છે તેના વિશે કોમેન્ટ કરી હતી.

Image Source

વિદેશમાં વસતા કેટલાક ગુજરાતીઓએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસથી તે લોકો ઘરની અંદર જ લોક ડાઉન થઈને રહી રહ્યા છે, સાથે હજુ કેટલા દિવસ સુધી તે રહેવાના છે આ રીતે એ પણ નક્કી નથી, ત્યારે એ લોકોએ આપણા દેશમાં રહેતા લોકોને પણ ખાસ સલાહ આપી હતી કે જે પરિસ્થિતિમાં તે જીવી રહ્યા છે, તેવી પરિસ્થિતિ આપણા દેશમાં ના થવા દેતા.

આ સિવાય પણ ઘણા લોકોએ કોમેન્ટ કરીને આ વાયરસ સામે સુરક્ષા રાખવા માટેની વાત સમજાવી હતી, એક લાઈવ પૂર્ણ થયા પછી પણ અમે બીજું એક લાઈવ ખાસ વિદેશમાં રહેતા ગુજરાતીઓ અને ત્યાંની પરિસ્થિતિને જાણવા માટે કર્યું હતું, આ લાઈવની અંદર પણ ઘણા લોકો જોડાયા અને તેમને પણ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.

કોરોના વાયરસનો ઈલાજ હજુ સુધી શોધાયો નથી, ત્યારે તમારે સાવચેતી એજ તમારી સુરક્ષા છે. આ બંને વિડીયોની અંદર કોમેન્ટ વાંચી અને તમે જ તમારી જાતે નક્કી કરી શકો છો કે તમારે શું કરવું જોઈએ? ખોટી દેખા દેખી અને ખોટી હોશિયારીમાં માત્ર તમે મુસબિતમાં નથી મુકાઈ રહ્યા બીજા લોકોને પણ તમારી સાથે તમે આ વાયરસથી સંક્રમિત કરી શકો છો, તમારો પરિવાર પણ તમારા કારણે આ ખતરામાં આવી શકે છે. માટે સાવચેતી રાખી અને ઘરમાં જ રહો, એવી અપીલ ગુજ્જુરોક્સ ટિમ દ્વારા તમને પણ કરવામાં આવે છે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.