જન્માષ્ટમીના પાવન તહેવાર ઉપર આ 5 વસ્તુઓથી કરો શ્રી કૃષ્ણની પૂજા, કાન્હાને અતિપ્રિય છે આ વસ્તુઓ, જુઓ

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. વળી આજ મહિનામાં કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પણ આવી રહી છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 18 ઓગસ્ટ રાત્રે 9.20 કલાકથી શરૂ થઈને 19 ઓગસ્ટ રાત્રે 10:59 સુધી ચાલવાનો છે, ત્યારે આ તહેવારને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે અને આ તહેવારની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આ જન્માષ્ટમીએ જો કૃષ્ણને ગમતી 5 વસ્તુઓથી તમે તેમની પૂજા કરશો તો આ દિવસ તમારા માટે પણ ખાસ બની જશે.

1. માખણ અને મિશ્રી:
માખણ અને મિશ્રી ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે અને ઘણી પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ બાળપણમાં માખણ અને મિશ્રીની ચોરી કરતા હતા. તેથી જન્માષ્ટમીની પૂજામાં ભગવાન શ્રીકૃષ્ણને માખણ અને મિશ્રી અર્પણ કરો.

2. કાન્હાને વહાલું મોરપીંછ:
ભગવાન કૃષ્ણને મોરપીંછ ખૂબ પ્રિય છે અને તેમના મુગટમાં ચોક્કસપણે મોરનું પીંછું જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે લાડુ ગોપાલને મોરપીંછ અર્પણ કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે મોરપીંછ નકારાત્મકતાને દૂર કરે છે અને તેને ઘરમાં રાખવાથી ઘણો ફાયદો થાય છે.

3. પંજરીનો પ્રસાદ:
જન્માષ્ટમીના દિવસે તમારે પૂજામાં ધાણાના બનેલા પંજરીનો પ્રસાદ અવશ્ય સામેલ કરવો, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણને ધાણાના પાન ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે ધાણાનો સંબંધ ધન સાથે છે અને ભગવાન શ્રીકૃષ્ણને ધાણાની પંજરી અર્પણ કરવાથી ક્યારેય ધનની કમી આવતી નથી.

4. વાંસળી:
ભગવાન કૃષ્ણ દરેક જગ્યાએ વાંસળી સાથે જોવા મળે છે અને તે તેમની સૌથી પ્રિય વસ્તુઓમાંની એક છે. માન્યતા અનુસાર જન્માષ્ટમીની પૂજામાં વાંસળી રાખવાથી લાડુ ગોપાલના વિશેષ આશીર્વાદ મળે છે.

5. ગૌમાતાની મૂર્તિ:
પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણ બાળપણથી જ ગાયોની સેવા કરતા હતા અને તેમને ગૌમાતા પ્રત્યે વિશેષ લગાવ હતો. તેથી જન્માષ્ટમીની પૂજામાં ગૌમાતાની મૂર્તિ રાખી શકાય અથવા ગાયને પ્રસાદ ચઢાવી શકાય.

Niraj Patel