જાહ્નવી કપૂરે ગોર્જિયસ ડીપનેક ગાઉનમાં ફ્લોન્ટ કર્યા બોડી કર્વ્સ, તસવીરો જોઇ ચાહકો પણ થયા દીવાના

જાહ્નવી કપૂરનું નામ ઇન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ યુવા અભિનેત્રીઓમાં સામેલ છે. આ હસીનાએ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા પછી પોતાના લુક સાથે ઘણા પ્રયોગો કર્યા છે અને હવે તે એક સ્ટાઇલિશ દિવા બની ગઈ છે. ભલે તે દેશી લુકમાં દેખાય કે વેસ્ટર્ન લુકમાં, તેની સ્ટાઇલ હંમેશા પ્રશંસાપાત્ર હોય છે.

જાહ્નવી મુંબઈમાં યોજાયેલા પહેલા વિવિએન વેસ્ટવુડ ફેશન શોનો ભાગ હતી. જ્યાં તેણે ખૂબ જ સિઝલિંગ ગાઉન પહેરીને એન્ટ્રી કરી અને કિલર સ્ટાઇલમાં પોઝ આપ્યા. જો કે આ દરમિયાન લોકોનું ધ્યાન તેના પગની નાની આંગળી પર ગયુ અને બધા તેનો ગોર્જિયસ લુક ભૂલી ગયા.

જાહ્નવીએ ફેશન શો માટે વિવિએન વેસ્ટવુડનું સાગા ગ્રીન એમ્બેલિશ્ડ કોર્સેટ ગાઉન પસંદ કર્યુ હતુ. જેની ડીપ નેકલાઇન અને સ્લિટ કટ ગ્લેમ કોશેંટને વધારી રહ્યો હતો, હસીનાની સ્ટાઇલ ફેશન શોમાં સારા-સારાને પાછળ છોડી બાજી મારી ગઈ. તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ હતી.

જાહ્નવીના આ સાટિન ગાઉનના કોર્સેટને ડીપ વી કટ સાથે પ્લંગિંગ નેકલાઇન આપવામાં આવી હતી. તેના પર લાગેલા સિતારા તેમાં ચમક લાવી રહ્યા હતા, જ્યારે તેના પ્લેન સ્કર્ટમાં થાઇ હાઇ સ્લિટ કટ સાથે પ્લીટેડ ડિઝાઇન હતી. જેની ફ્લોર લેન્થ સિલુએટ ખૂબ જ સુંદર દેખાતી હતી.

હસીનાએ કટને પાછળની તરફ ફેરવી તેના ટોન્ડ લેગને ફ્લોન્ટ કર્યા. હસીનાનો કોર્સેટ બોડી ફિટેડ હતો, જેમાં તેના બોડી કર્વ્સ ફ્લોન્ટ થઇ રહ્યા હતા. લુકને સ્ટાઇલ કરવા માટે જાહ્નવીએ AQUAZZURA બ્રાન્ડની સાગા ગ્રીન એમ્બેલિશ્ડ હીલ્સ પહેરી હતી.

આ સાથે તેણે ખૂબ જ સુંદર નેકલેસ પણ સ્ટાઇલ કર્યો હતો, પરંતુ અહીં બધુ ધ્યાન તેની હીલ્સ પર ગયું. કારણ કે, તેના પગની સૌથી નાની આંગળી હિલ્સમાંથી બહાર નીકળી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina
error: Unable To Copy Protected Content!