‘મોમ ટુ બી’ કિયારા અડવાણીએ બતાવ્યો બેબી બંપ, શાનદાર રહ્યુ મેટ ગાલા ડેબ્યુ, જુઓ તસવીરો

કિયારા અડવાણીની મેટ ગાલામાં શાનદાર એન્ટ્રી, બેબી બંપ સાથે પહોંચવાવાળી પહેલી ઇન્ડિયન એક્ટ્રેસ કિયારા

દર વર્ષની જેમ આ વખતે પણ મે મહિનામાં મેટ ગાલાનો આગાઝ થયો, જેનું આયોજન ન્યૂ યોર્ક શહેરના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં થઈ રહ્યું છે. આ મોટા કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ વર્ષે મેટ ગાલામાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ માટે ખાસ રહ્યો. શાહરૂખ ખાનથી લઈને દિલજીત દોસાંઝ સુધી અનેક બોલિવુડ સ્ટાર્સે ડેબ્યુ કર્યુ.

આ વર્લ્ડ લેવલના વાર્ષિક ફેશન ઈવેન્ટમાં અભિનેત્રી કિયારા અડવાણીએ પણ ડેબ્યૂ કર્યુ. એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા પર મેટ ગાલા લુકના ઘણા ફોટો શેર કર્યા છે અને રેડ કાર્પેટ પરથી પણ તેના કેટલાક ફોટોઝ વાયરલ થઇરહ્યા છે. આ તસવીરોમાં મોમ ટુ બી એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

કિયારા અડવાણીએ બ્લેક અને ગોલ્ડન આઉટફિટ કેરી કર્યો હતો. અભિનેત્રીના આઉટફિટ સાથે વ્હાઇટ ફ્લેરડ વિંગ્સ લુકમાં વધારો કરી રહ્યા હતા. જણાવી દઈએ કે 33 વર્ષીય કિયારા અડવાણી ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. મેટ ગાલા લુકમાં કિયારા અડવાણીએ તેના બેબી બંપને ખૂબ જ સુંદર રીતે ફ્લોન્ટ કર્યો.

મેટ ગાલા લુકના ફોટા શેર કરતા કિયારા અડવાણીએ કેપ્શનમાં લખ્યું, ‘મમ્મીનો મે મહિનાનો પહેલો સોમવાર.’ જણાવી દઈએ કે કિયારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ કિયારા અડવાણીના મેટ ગાલા લુકના વખાણ કરતા થાકતા નથી. કિયારાના આ સ્ટાઇલિશ લુકને બધા ખૂબ પસંદ કરી રહ્યા છે.

કિયારાના આ ડ્રેસમાં બે હૃદય છે અને બંને એક સુંદર સાંકળ દ્વારા જોડાયેલા છે. ડિઝાઇનરે ડ્રેસ દ્વારા સંદેશ આપ્યો છે કે બાળક અને માતાનું હૃદય નાભિની દોરી દ્વારા જોડાયેલું છે. કિયારાએ આ સુંદર ઓફ-શોલ્ડર ડ્રેસ સાથે ઘણી એક્સેસરીઝ કેરી કરી હતી, ત્યાં તેના કાનના કફ આ લુકમાં સુંદરતા ઉમેરી રહ્યા છે.

અભિનેત્રી સંપૂર્ણ બાર્બી લુકમાં જોવા મળી હતી. કિયારાએ ભારતીય કોસ્ચ્યુમ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ ગાઉન પહેર્યો છે. જ્યારે ગાઉનની સ્ટાઇલિસ્ટ અનિતા શ્રોફ છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 2025ના ફેબ્રુઆરી મહિનામાં પેરેન્ટ્સ બનવાના સારા સમાચાર શેર કર્યા હતા.

પોસ્ટ શેર કરતા પેરેન્ટ્સ ટુ બીએ લખ્યું હતું- “અમારા જીવનની સૌથી કિંમતી ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.” આ કપલે 2023 માં 7 ફેબ્રુઆરીએ શાનદાર અને શાહી લગ્ન કર્યા હતા.

Shah Jina
error: Unable To Copy Protected Content!