ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. વ્યસ્ત શેડ્યૂલમાં પણ મોનાલિસા રીલ્સ બનાવવાનું અને ચાહકો સાથે ફોટો શેર કરવાનું ભૂલતી નથી. લોકો તેની આ સ્ટાઇલ ખૂબ પસંદ કરે છે. આ વખતે મોનાલિસાએ મેકઅપ રૂમમાંથી એક ગીત પર વીડિયો બનાવ્યો છે, જેમાં તેની સ્ટાઇલ લોકોને દિવાના બનાવી રહી છે.
જોકે એક્ટ્રેસ ઘણી રીલ્સ બનાવે છે, અને મોટાભાગના ગીતો ઇમરાન હાશ્મીના હોય છે. આ વખતે પણ તેણે ઇમરાન હાશ્મીના ગીત પર રીલ બનાવી. 2 દિવસ પહેલા મોનાલિસાએ એક વીડિયો શેર કર્યો જેમાં તે વન-પીસ પહેરીને ડાન્સ કરતી જોવા મળી હતી. આ રીલ પર ઇમરાન હાશ્મીનું ગીત ‘વો અજનબી’ વાગી રહ્યુ છે અને મોનાલિસા તેના પર રોમેન્ટિક સ્ટાઇલમાં મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે.
ચાહકો આ વીડિયો પર પ્રેમનો વરસાદ કરી રહ્યા છે અને કોમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજી શેર કરી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા હાલમાં સ્ટાર પ્લસની હોરર સીરિયલ ‘જાદુ તેરી નજર’માં ડાકણ તરીકે જોવા મળી રહી છે. આની કેટલીક તસવીરો અને વીડિયો પણ થોડા દિવસો પહેલા મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
View this post on Instagram