ભીના વાળ, હાથમાં iPhone અને શોર્ટ્સ પહેરેલી જાહ્નવી કપૂરનો આ અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે, જુઓ તસવીરો

બોની કપૂરની દીકરી ખુબ જ સ્ટાઈલિશ અને ટૂંકા ટૂંકા કપડાં પહેરીને નીકળી પડી, જુઓ PHOTOS

બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. જાહ્નવીની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. જાહ્નવીની બહેન ખુશી કપૂર પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેની પણ ઘણી તસવીરો વાયરલ થાય છે અને ચાહકો તેને ખુબ જ પસંદ કરે છે.

ફિલ્મ “ધડક” દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરનાર જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસવીરો ઉપર ચાહકો ખુબ જ પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

જાહ્નવીના જિમ લુકના લાખો લોકો દીવાના છે. તેની જિમ લુકની તસવીરો હંમેશા વાયરલ થતી હોય છે. હાલ વાયરલ થઇ રહેલી તસવીરોમાં પણ જાહ્નવીનો જિમ લુક ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

જાહ્નવી આ દરમિયાન પિલાટીસ ક્લાસની બહાર નજર આવી હતી, તેને ફક્ત એકવાર જોઈ લેવાથી મન ભરાઈ લેવું પણ મુશ્કેલ છે. તેની આ તસ્વીર તમને વારંવાર જોવા માટે મજબુર કરી દેશે.

જાહ્નવીએ આ વખતે પોતાના આ વર્કઆઉટ સેશન માટે ગ્રે રંગનું શોર્ટ્સ પસંદ કર્યું હતું. આ શોર્ટ્સની સાથે અભિનેત્રીએ મેચિંગ ગ્રે રંગનું જેકેટ પણ કેરી કર્યું છે.

આ ગ્રે રંગના કપડાં સાથે જાહ્નવીએ લો કટ સફેદ ટોપ પહેર્યું હતું. હાથમાં iPhon સાથે જાહ્નવીનો આ અંદાજ ખરેખર જોવા લાયક હતો. આ સાથે કોરોનાથી બચવા માટે જાહ્નવીએ પિન્ક રંગનું માસ્ક પહેર્યું હતું.

આ કપડાંની સાથે જાહ્નવીએ બેલ્ક રંગના શૂઝ પહેરેલા જોવા મળ્યા હતા. આજકાલ તેને આ પેરમાં ખુબ જ જોવામાં આવી રહી છે. જે જણાવે છે કે આ સ્નીકર્સ તેને કેટલા બધા પસંદ છે.

જાહ્નવી જયારે બહાર નીકળી ત્યારે તેના વાળ ભીંજાયેલા હતા. જેને તે હવામાં લહેરાવતી જોવા મળી હતી. તેનો આ હોટ અંદાજ ચાહકોને ઘાયલ કરી રહ્યો હતો.

Niraj Patel