જાહ્નવી કપૂરે હેલો મેગેઝીન માટે કરાવ્યું દિલકશ ફોટોશૂટ, વીડિયોમાં અભિનેત્રીનો દેખાયો હસીન અંદાજ
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં જ જાહ્નવી કપૂરે ફરી એકવાર ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જાહ્નવી કપૂરના આ ફોટોશૂટમાં તેના આઉટફિટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
View this post on Instagram
જાહ્નવી કપૂર ‘હેલો મેગેઝીન’ના કવર સ્ટાર તરીકે જોવા મળી છે. અભીનેત્રીએ આ મેગેઝીન માટે સ્ટનિંગ ફોટોશૂટ કરાવ્યું છે. જાહ્નવીએ તેના આ શાનદાર ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ સિવાય જાહ્નવીએ આ ફોટોશૂટનો એક વીડિયો ક્લિપ પણ શેર કર્યો છે જેમાં તે ખૂબ જ દિલકશ લાગી રહી છે.
View this post on Instagram
જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર આ ઝલક તેના ચાહકો સાથે શેર કરી છે. જાહ્નવીએ આ ફોટોશૂટ મેગેઝિનના નવેમ્બરના અંક માટે કરાવ્યું હતું જેમાં તે તેના અત્યાર સુધીના સૌથી સુંદર અંદાજમાં જોવા મળી રહી છે. ‘હેલો મેગેઝીને’ સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહ્નવીની ઘણી તસવીરો પણ પોસ્ટ કરી છે અને તેના વખાણમાં – ચાર્મીંગ, સુંદર, રમુજી, જબરદસ્ત ટેલેન્ટેડ કહ્યું છે.
View this post on Instagram
જલપરી જેવા આઉટફીટ પહેરીને જાહ્નવી ચર્ચામાં આવી ગઈ છે. સ્ટાઇલિશ લીલા રંગના બ્લાઉઝ સાથે જાળી વાળો લોંગ સ્કર્ટ પહેરેલો છે. અભિનેત્રી પિયાનો પર હાથ રાખીને શાનદાર સ્ટાઈલ સાથે પોઝ આપી રહી છે. જાહ્નવીની સ્ટાઈલ જોઈને બોલિવૂડ સેલેબ્સ સહિત તેના ચાહકો પણ ઘાયલ થઈ રહ્યા છે. ફેમસ ડ્રેસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ જાહ્નવીની તસવીર પર હાર્ટ ઈમોજી શેર કરી છે.
View this post on Instagram
આ મેગેઝીનમાં અભિનેત્રીની ઘણી બધી વાતો છે જેના વિશે તેના ચાહકોને કદાચ પહેલા ખબર નહીં હોય. આ ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું હતું કે જો તે અભિનયની કારકિર્દીમાં ન હોત તો તેણે શું કર્યું હોત? આના પર જાહ્નવીએ જવાબ આપ્યો હતો કે તે કવિ તો બિલકુલ ના હોત.
View this post on Instagram
જાહ્નવીએ આ મેગેઝીન માટે અલગ-અલગ રીતે ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટની કેટલીક તસવીરોમાં જાહ્નવી મનીષ મલ્હોત્રા સાથે જોવા મળી રહી છે. એવું નથી કે જાહ્નવીએ પહેલીવાર ‘હેલો મેગેઝિન’ માટે ફોટોશૂટ કરાવ્યું હોય અગાઉ ફેબ્રુઆરી 2019માં જાહ્નવીએ આ મેગેઝિન માટે એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર છેલ્લે ફિલ્મ ‘રૂહી’માં જોવા મળી હતી. તે ફિલ્મ ‘ગુડ લક જેરી’નો પણ એક ભાગ છે જે તમિલ ફિલ્મની રિમેક છે. આ સિવાય તે ‘તખ્ત’ અને ‘દોસ્તાના 2’ સાથે પણ જોડાયેલી છે. અભિનેત્રીએ 2018માં ફિલ્મ ‘ધડક’થી ડેબ્યૂ કર્યું હતું.