મનોરંજન

જાહ્નવી કપૂરે નવી ખરીદેલી કાર સાથે શ્રીદેવીનું છે ખાસ કનેક્શન, 2.5 કરોડની નવી કાર તસ્વીરો જુઓ

ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર આજકાલ કોઈ ફિલ્મને લઈને નહીં પરંતુ તેને ખરીદેલી લકઝરીયસ કારને કારણે ચર્ચામાં છે.

ખબરોનું માનીએ તો જાહ્નવીએ બ્લેક કલરની મર્સીડીઝ ખરીદી છે. જેની કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા છે. સોશિયલ મીડિયામાંમાં જાહ્નવી કપૂરની નવી કારની તસ્વીર વાયરલ થઇ રહી છે. જાહ્નવીની નવી કાર જોઈને તેની માતા શ્રીદેવીની લકઝરી કારની યાદ આવી જશે. જ્હાન્વીએ તેની માતાની યાદને સજાવીને રાખી છે. જ્હાન્વીની નવી કારના રજીસ્ટ્રેશન નંબર પરથી ખબર પડે છે કે તેની માતાને કેટલી યાદ કરી રહી છે. જ્હાન્વી અને શ્રીદેવીની મર્સીડીઝના નંબર સરખા છે.

જાહ્નવી કપૂર આજકાલ તેની નવી મર્સીડીઝ લઈને મોજ મસ્તી કરતી નજરે ચડે છે. જ્યાં પૈપરાઝીને જાહ્નવીની એક ઝલક જોવા મળી હતી. જાહ્નવીએ નવી કારથી બહાર નીકળતા જ શટર બેગ સાથે પોઝ આપ્યો હતો. જોઈ શકાય છે કે તસ્વીરમાં તેની ચહેરા પરની સ્માઈલથી તે કેટલી ખુશ છે. ત્યારે ફરી એક વાર દેશી સ્ટાઈલ અને અંદાજથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. જાહ્નવીએ આ દરમિયાન સફેદ શૂટ કેરી કર્યું હતું, જેમાં તે બહુજ સુંદર લાગી રહી હતી.

ખબરોનું માનીએ તો જાહ્નવીની આ કાર તેની માતાની યાદોનો ભંડાર છે, કારણકે શ્રીદેવીની સૌથી ફેવરિટ પૈકી આ કાર તેની સાથે મેચ કરે છે. સોશિયલ મીડિયામાં સામે આવેલા ફોટોમાં જોઈ શકાઈ છે કે, જાહ્નવીની બ્લેક મર્સીડિઝનો રજીસ્ટ્રેશન નંબર MH 02 FG 7666 તો શ્રીદેવીની વ્હાઇટ મર્સીડીઝનો નંબર MH 02 DZ 7666થી એકદમ મેચ આવે છે. આ બન્ને કારમાં ફર્ક ફક્ત એટલો જ છે કે,FG અને DZ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રીદેવીને તેની વ્હાઇટ મર્સીડીઝ બહુજ પસંદ હતી. શ્રીદેવી જયારે તેના પતિ બોની અને પુત્રીઓ જાહ્નવી અને ખુશી સાથે બહાર જતી હતી ત્યારે તે આ ગાડી જ લઇ જતી હતી, એટલું જ નહીં ઘણી જગ્યા પર શ્રીદેવીએ તેના પરિવારે આ કાર સાથે તસ્વીર ક્લિક કરી હતી.

 

View this post on Instagram

 

#SrideviCinemas #SriDevi #SrideviIsImmortal #SrideviTheHero #SrideviLivesForever @sridevi.kapoor

A post shared by Gaurav Rajput (@rajputgaurav) on

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ‘ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ’ માં જોવા મળશે. આ ફિલ્મ સિવાય જાહ્નવી કપૂર રાજકુમાર રાવ સાથે હોરર કોમેડી ફિલ્મ ‘રુહી અફઝા’ માં લીડ રોલમાં છે. જાહ્નવી કપૂર કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ લીડ રોલમાં નજરે આવશે.