કાર આંખોની સામે હતી, છત્તાં પણ જાહ્નવી કપૂર શોધતી રહી કાર, લોકોએ કહ્યુ- નશો કરીને…

કાર અને ગાડી સામે હોવા છતાં શોધતી રહી Janhvi Kapoor, લોકોએ કહ્યું, આ તો ઢીંચીને આવી લાગે છે, જુઓ વીડિયો

બોલિવુડની હોટ અભિનેત્રી જાહ્નવી કપૂર અવાર નવાર સમાચારોમાં છવાયેલી છે. ક્યારેક તે તેની હોટ તસવીરોને કારણે તો ક્યારેક વેકેશનને કારણે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોના દિલમાં આગ લગાવતી રહે છે. અભિનેત્રી તેની ફિલ્મો સિવાય તેની ખૂબસુરતીથી પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. શ્રીદેવીની લાડલી હાલમાં જ માલદીવમાં વેકેશન એન્જોય કરી પરત ફરી છે.

જાહ્નવીએ માલદીવથી તેની ઘણી બિકી તસવીરો શેર કરી હતી, જે ખૂબ વાયરલ પણ થઇ હતી. જણાવી દઇએ કે, બોલિવુડ ઈન્ડસ્ટ્રી અને ટ્રોલિંગ વચ્ચે જૂનો સંબંધો છે. ઘણા સેલેબ્સ એવા છે જે અવારનવાર ટ્રોલિંહનો શિકાર બનતા રહે છે. જહ્નવી પણ તેમાંથી એક છે. હાલમાં કેટલાક દિવસ પહેલા જાહ્નવીને મુંબઈના ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાં કેટલાક મિત્રો સાથે ડિનર બાદ સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાન તેણે ડેનિમ જંપસૂટ કેરી કર્યુ હતું અને વાળ ખુલ્લા રાખ્યા હતા. આ લૂકને પૂરો કરવા તેણે લાઈટ મેકઅપ પણ કર્યો હતો. જો કે, તેનો લુક ખૂબ સરસ હોવા છતાં તે ટ્રોલ થઈ હતી. જાહ્નવીને ટ્રોલર્સે તેના આઉટફિટ માટે નહીં પરંતુ અજીબોગરીબ હરકતના કારણે ટ્રોલ કરી હતી. જાહ્નવી જ્યારે રેસ્ટોરન્ટની બહાર નીકળી તો નજર સામે જ પોતાની કાર અને ડ્રાઈવર હોવા છતાં તે કાર શોધી રહી હોતી. કેટલાક લોકોએ આ જોઇ કહ્યુ- ‘આગળથી બેસી જાઓ,

નહીં ભાઈ તેને પાછળ જ બેસવા દો એમ પણ ઘણું પીને આવી છે, કારણ કે પોતાની પાસે બટન જેવી બે આંખો હોવા છતાં તેને કાર અને ડ્રાઈવર નથી દેખાઈ રહ્યા’. ત્યાં બીજા એક યૂઝરે કહ્યુ ‘આટલી મોટી કાર નથી દેખાઈ રહી, સામે ઉભેલો ડ્રાઈવર નથી દેખાઈ રહ્યો, ઓવરએક્ટિંગની પણ હદ હોય’, બીજા એક યુઝરે લખ્યુ- નશો કરીને આવી છે. જો કે, કેટલાક ચાહકો તેના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી જાહ્નવી કપૂરના કરિયરનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર ગયો છે.તેણે પોતાની કારકિર્દીની શરૂઆત અભિનેતા ઈશાન ખટ્ટર સાથેની ફિલ્મ ધડકથી કરી હતી. આ પછી તેની ઘણી લોકપ્રિય ફિલ્મો આવી. ગુંજન સક્સેના અને રૂહી જેવી ફિલ્મોમાં તેનું કામ ઘણુ પ્રશંસનીય રહ્યું છે. આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં રાજકુમાર રાવ અને ‘બાવલા’માં વરુણ ધવન સાથે કામ કરતી જોવા મળશે.

Shah Jina