ખબર

તમને વિચલિત કરી શકે આ દ્રશ્યો ! જામનગરમાં એક વૃદ્ધને ગાયે ચઢાવ્યા શિંગડે, થયુ ભયાનક મૃત્યુ

જામનગરમાં ગાય માતાએ વૃદ્ધાનું મૃત્યુ ન થાય ત્યાં સુધી રગદોળ્યા, હિમ્મત હોય તો જ જોજો આ વીડિયો…નબળા હૃદય વાળા દૂર રહે

ગુજરાતમાં ઘણીવાર રખડતા ઢોરના ત્રાસના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જનતાની ફરિયાદ બાદ પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે થોડા સમય પહેલા જ રખડતા ઢોરનો એક એવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રસ્તા પર દોડતી ગાય એકાએક એક કારના બોનેટ સાથે ટકરાઇ હતી અને બોનેટનો ખુરદો બોલાઇ ગયો હતો. કારમાં બેસેલા બે લોકોને ઇજા પણ પહોંચી હતી. ત્યારે હવે ગાયનો વધુ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. જામનગરમાં ઢોરની સમસ્યા વિકરાળ બનતી જાય છે અને આ બાબતે મહાનગરપાલિકા નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યુ છે.

શહેરમાં કેટલાક ગંભીર અકસ્માતો પણ રખડતા ઢોરને કારણે બની રહ્યા છે. પરંતુ આ બાબતોથી તંત્રને કોઇ ફરક પડતો હોય તેમ લાગી રહ્યુ નથી.આજે એક ગાયે એક વૃદ્ધનો ભોગ લીધો છે. જામનગરના ચાંદીબજાર પાસે આવેલા વાણિયાવડ વિસ્તારમાં ઘરેથી નીકળતા વૃદ્ધને એક ગાયે શિંગડે ચડાવ્યા હતા. ગાયે ત્યાં સુધી તે ઢોરને ના છોડ્યા જ્યાં સુધી વૃદ્ધ બેભાન ન થયા. આ ઘટનામાં સારવાર મળે તે પહેલાં જ વૃદ્ધનું મોત થયું છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જે હૈયું હચમચાવી દે તેવા છે.

જામનગરના રાજમાર્ગો પર ઢોરનું રાજ અકબંધ છે. મહાપાલિકાને જાણે તેઓ ગણકારતા જ ન હોય તેમ તમામ માર્ગો પર તેઓ પોતાની હાજરી નોંધાવે છે અને બેફામ બનીને લોકોને હડફેટે લઈ તેમને ઇજા પહોંચાડે છે. જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં રહેતા ભરતભાઇને ઘર નજીક એક ગાયે ઢીંકે ચડાવ્યા હતા. ગાયે તેમને ત્યાં સુધી રગદોળ્યા જ્યાં સુધી તેઓ બેભાન ન થઇ ગયા. જો કે, તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ ચોકી પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો અને તપાસ કરી હતી.

ચાંદીબજાર નજીકના વિસ્તારમાં રસ્તે રખડતા ચાર-પાંચ ઢોરના ટોળાએ રવિવારે સાંજે આતંક મચાવતો હોય છે અને ભોગગ્રસ્ત વૃદ્ધ ઉપરાંત બીજા પણ એક બે વ્યક્તિને ઝપેટમાં લીધો હતો. જણાવી દઇએ કે, શહેરમાં લગભગ તમામ મુખ્ય માર્ગો ઉપરાંત નાની-મોટી ગલીઓમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરના ત્રાસે માઝા મુકી છે. જેને કારણે અકસ્માતો બનતા રહે છે.  અકસ્માતો બાદ હવે એવા સવાલો ઊભા થયા છે કે તંત્રવાહકો કયારે જાગશે? અને આવા ઢોરમાલિકો સામે પગલા ક્યારે ભરાશે ? રખડતા ઢોરના ત્રાસને કારણે શહેરીજનોમાં પણ રોષની લાગણી જન્મી છે.