જામનગરમાં કિર્તીદાન ગઢવી અને કિંજલ દવેના ડાયરાની અંદર થયો નોટોનો વરસાદ, નજારો જોઈને હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

ગુજરાતના લોકપ્રિય ગાયકો કિર્તીદાન ગઢવી અને કિંજલ દવે જ્યાં પણ પ્રોગ્રામ કરવા જાય ત્યાં રોનક છવાઈ જતી હોય છે, અને લોકો તેમના અવાજમાં ગીતો સાંભળીને મંત્રમુગ્ધ પણ બની જતા હોય છે. ઘણીવાર આપણે જોયું હશે કે તેમના લોક ડાયરાની અંદર નોટોનો વરસાદ પણ થતો હોય છે.

ત્યારે આ બંને ગાયકો જો એક જ મંચ ઉપરથી ડાયરાનો રંગ જમાવતા હોય તો પછી પૂછવું જ શું ? ચાહકો તેમને એક સાથે જોઈને ઘેલા થઇ જાય છે, આવો જ એક નજારો હાલમાં જોવા મળ્યો. જ્યાં જામનગરમાં યોજાયેલા એક ડાયરાની અંદર સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી અને કોકિલ કંઠી કિંજલ દવે સાથે જોવા મળ્યા હતા.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પડે હાલ જામનગરમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે. આ ભાગવત સપ્તાહમાં જામનગરવાસીઓ ઉપરાંત રાજકીય આગેવાનો પણ આવી રહ્યા છે. ત્યારે ગત ગુરુવારે રાત્રે આ સપ્તાહમાં રંગ જમાવવા માટે કિંજલ દવે અને કિર્તીદાન ગઢવી હાજર રહ્યા હતા.

આ ઉપરાંત ત્યાં મહેમાન તરીકે હાર્દિક પટેલ , NCPના કાંધલ જાડેજા, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હાજર હતા, તેમને આ ડાયરામાં નોટોનો વરસાદ કર્યો હતો અને એટલા બધા રૂપિયા ઉડાવ્યા હતા કે રૂપિયા ગણવા વાળા પણ થાકી ગયા હતા. જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

જામનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય જયેશ રાદડિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, એનસીપીના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા એક જ મંચ પર જોવા મળ્યા હતા અને બધાએ એક બીજા ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

Niraj Patel