Jamal Kudu Girl: કોણ છે વાયરલ ગર્લ તનાઝ દાવૂદી, જે ‘એનિમલ’ના એક ગીતથી રાતોરાત બની ગઇ ઇન્ટરનેટ સેંસેશન
રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરી સિવાય ‘એનિમલ’ની આ હસીના સોશિયલ મીડિયા પર ખૂબ થઇ રહી છે વાયરલ- જાણો છે કોણ
‘એનિમલ’ ફિલ્મ સુપરહિટ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મના ડાયલોગ્સ, ગીતો અને એક્શન સીન્સ ખૂબ જ વાયરલ થયા. આ ઉપરાતં ફિલ્મનું એક ગીત ‘જમાલ કુડુ’ પણ સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો આ ગીત પર ખૂબ જ રીલ્સ બનાવી રહ્યા છે. આ ગીત એનિમલ ફિલ્મમાં બોબી દેઓલની એન્ટ્રી સમયે આવે છે. પરંતુ હાલમાં ગીતમાં જોવા મળેલી એક એક્ટ્રેસ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે, જેના વિશે દરેક લોકો જાણવા માંગે છે.
કોણ છે જમાલ કુડુ ગર્લ તનાઝ દાવૂદી
જમાલ કુડુ ગર્લના નામથી ફેમસ થઈ રહેલી આ એક્ટ્રેસનું નામ તનાઝ દાવૂદી છે. ઈરાની મૂળની તનાઝ વ્યવસાયે મોડલ અને ડાન્સર છે. તે ભારતમાં રહે છે અને કામ કરે છે. તનાઝનો જન્મ ઈરાનની રાજધાની તેહરાનમાં થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. અત્યાર સુધી તેણે જોન અબ્રાહમ, વરુણ ધવન, નોરા ફતેહી સહિત ઘણા કલાકારો સાથે કામ કર્યું છે. તનાઝે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી, જેમાં તે ફિલ્મ ‘એનિમલ’ના ડિરેક્ટર અને તેના ફેન્સનો આભાર માનતી જોવા મળી હતી.
તનાઝે ‘એનિમલ’ના ડિરેક્ટર અને ફેન્સનો માન્યો આભાર
તનાઝે પોતાની પોસ્ટમાં લખ્યું હતુ કે, ‘ઈરાની હોવાના નાતે બોબી દેઓલ સાથે કામ કરવું સન્માનની વાત હતી. મને આ તક આપવા બદલ કાસ્ટિંગ ટીમનો ખૂબ ખૂબ આભાર અને સંદીપ રેડ્ડી વાંગાનો ખૂબ ખૂબ આભાર. મારા બધા પ્રિય મિત્રો, કુટુંબીજનો અને ચાહકોનો ખૂબ ખૂબ આભાર ! મને તમારા બધા તરફથી ઘણા સુંદર સંદેશા મળ્યા છે! આ ગીતને વાયરલ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર!
ઈરાનનું લોકગીત છે ‘જમાલ કુડુ’
‘જમાલ કુડુ’નું વાત કરીએ તો, બહુ ઓછા લોકો જાણે છે કે આ ગીત ઈરાનનું લોકગીત છે. આ ગીતના બોલ છે ‘જમાલ જમાલુ’. આ ગીત લગભગ એક સદી જૂનું હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર, આ ગીત પહેલીવાર 1950માં સ્કૂલની છોકરીઓએ ગાયું હતું. તે પ્રખ્યાત ઈરાની કવિ બિજાન સ્મંદરની સમાન શીર્ષકની કવિતાનો અનુવાદ હોવાનો દાવો કરવામાં આવે છે.
ગીત રિલીઝ થયા બાદ ઇન્સ્ટા પર વધ્યા ફોલોઅર્સ
‘જમાલ જમાલેક જમાલુ જમાલ કુડુ’ ગીતનો હિન્દીમાં અર્થ થાય છે, ‘ઓહ મેરે પ્યાર, મેરે પ્યાર, મેરે પ્યારે પ્યાર.’ ફિલ્મ ‘એનિમલ’માં આ ગીત બોબી દેઓલના પાત્ર અબરાર હકના લગ્ન સમયે આવે છે, જેમાં મહેમાન તરીકે હાજરી આપતી મહિલાઓ આ ગીત ગાય છે. તનાઝ મહિલાઓના એક ગ્રુપમાં જોવા મળે છે. રિપોર્ટ્સનું માનીએ તો ‘જમાલ કુડુ’ ગીત રિલીઝ થયા બાદ તેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 276K થઈ ગઈ છે. આ પહેલા તેના લગભગ 10 હજાર ફોલોઅર્સ જ હતા.
View this post on Instagram