જ્યોતિષ શાસ્ત્ર

શિવજીની કૃપા મેળવવી હોય તો શ્રાવણ માસના સોમવારના રોજ કરી લો આ કામ, બધી જ ઈચ્છાઓ થશે પુરી

બસ આટલું કરો, પછી જુઓ મહાદેવ એવો ચમત્કાર કરશે કે….

શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. અને શિવભક્તો માટે આ મહિનો ખાસ મહત્વ પણ ધરાવે છે. જો કે હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલતી હોવાના કારણે શિવ મંદિરો ભક્તોથી છલકાતા નથી છતાં પણ ભક્તો શિવજીની પૂજા કરવાનું ખાસ માનતા હોય છે અને એટલે જ તે ગમે તેમ કરીને શિવજીની પૂજા કરતા હોય છે.

Image Source

આમ તો શ્રવણનો આખો માસ પવિત્ર છે અને શિવજીની પૂજા કરવાનો એક એક દિવસ મહત્વનો છે છતાં પણ શ્રાવણ માસનો સોમવાર ખાસ ગણવામાં આવે છે. સોમવારના દિવસે ભક્તો શિવજીની ખાસ પૂજા કરતા હોય છે અને શિવજીને પ્રસન્ન કરવા માંગતા હોય છે. તો આજે અમે તમને સોમવારે શિવજીની કૃપા મેળવવા માટેના કેટલાક ઉપાયો જણાવીશું જેના દ્વારા શિવજી તમારી મનોકામના પૂર્ણ કરશે.

Image Source

જળાભિષેક કરીને શિવજીને કરો પ્રસન્ન:
આપણે સૌ જાણીએ છીએ કે શિવલિંગ ઉપર જલાભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. તો ખાસ શ્રાવણ મહિનાના સોમવારના રોજ પોતાના ઘરે રહેલા શિવલિંગ અથવા જો કોઈ મંદિરમાં તમે જઈ શકતા હોય તો મંદિરના શિવલિંગ ઉપર જળાભિષેક કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે.

Image Source

આ પ્રકારે કરો જળાભિષેક:
શિવજીને જળાભિષેક કરવા માટે જો શક્ય હોય તો કોઈ તાંમ્બાના પાત્રનો જ ઉપયોગ કરવો, અને તાંબાના પાત્રની અંદર પાણી સાથે થોડું ગંગાજળ અને ગાયનું દૂધ પણ ઉમેરો, સાથે ધોળી ભંગ અને સ્વચ્છ પાન પણ ઉમેરી, સાચા મન અને શ્રદ્ધાથી ભગવાન શિવનું ધ્યાન ધરીને “ૐ નમઃ શિવાય”ના જાપ સાથે  શિવલિંગ ઉપર કરવો.

Image Source

આમ તો શ્રાવણ માસના દરેક દિવસે આ રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, પરંતુ જો અનુકૂળતા ના હોય તો શ્રાવણના દરેક સોમવારના દિવસે આ રીતે ભગવાન શિવને અભિષેક કરવાથી તેમની કૃપા અવશ્ય મળે છે.

ૐ નમઃ શિવાય