વધુ એક દુષ્કર્મી બાબા: આ બાબા પ્રસાદમાં ઊંઘની ગોળીઓ આપીને મહિલાઓ સાથે કરતો હતો ગંદુ કામ

આસારામ, ફલાહારી બાબા પછી વધુ એક ઢોંગી બાબા: પ્રસાદમાં ભાંગની ગોળી ખવડાવીને કરતો હતો ગંદુ કામ, મહીલાને કીધું, ‘હું જ ભગવાન છું’

ઘણા બાબાઓની કામલીલાઓના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે, ત્યારે હાલમાં એક એવા બાબાનો કિસ્સો સામે આવ્યો છે જે પોતાની જાતને ભગવાન માની રહ્યા હતા, અને પ્રસાદની અંદર ઊંઘની ગોળીઓ ભેળવીને મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતા હતા. આ સાંભળીને એવું લાગે જાણે થોડા સમય પહેલા આવેલી વેબ સિરીઝ “આશ્રમ”ની કહાની હોય, પરંતુ આ સત્ય હકીકત છે.

(પ્રતીકાત્મક તસવીર)

રાજસ્થાન પોલીસે જયપુરના ભાંકારોટા વિસ્તારમાંથી એક બાબાની ધરપકડ કરી છે. તેના ઉપર ચાર મહિલાઓ સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. આ મહિલાઓને પરસાળમાં ભાંગની ગોળીઓ ખવડાવ્યા બાદ પીડિતાઓને કહેતો હતો કે “તે ભગવાન છે, પોતાનું બધું જ એને સોંપી દો.” બાબા ઉપર કેસ દાખલ થયા બાદ તે ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે પીડિતાઓના મેડિકલ અને નિવેદનના આધારે આરોપી બાબાની ધરપકડ કરી લીધી છે.

બાબા પીડિતોના નશામાં હોવાનો ફાયદો ઉઠાવી અને બળાત્કાર કરતો હતો. ભંગની ગોળી ખાધા બાદ નશો થવા ઉપર મહિલાઓને કહેતો હતો કે તેને પોતાનું બધું જ સમર્પિત કરી દે. એટલું જ નહીં મહિલાઓને બીજા કોઈને કઈ કહેવા ઉપર જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

પીડીતાએ રિપોર્ટમાં જણાવ્યું કે તેના પરિવારનું બાબાના મુકુન્દપુરા આશ્રમમાં આવવા જવાનું છેલ્લા 25 વર્ષથી હતું. બાબા તપસ્વી તેમના પરિવારના કુલ દેવતા હતા. બાબા તપસ્વીની ગાદીને ધીમે ધીમે યોગેન્દ્ર મહેતાએ સાચવી લીધી અને તપસ્વી બાબાનો આશ્રમ ખોલી નાખ્યો. પીડીતાએ જણાવ્યું કે યોગેન્દ્ર મહેતાનો આશ્રમ મુકુન્દપુરા ઉપરાંત રાતલ્યા સીકર અને દિલ્હી રોડ ઉપર પણ છે.

પીડીતાએ એમ પણ જણાવ્યું કે તેનો પતિ હંમેશા આશ્રમ જતો હતો. તે ત્યાં જઈને સત્સંગ સાંભળતા હતા. ત્યારબાદ તેમને બાબાએ કહ્યું કે આખા પરિવાર સાથે આશ્રમમાં આવે. ત્યારબાદથી હું પણ મારા પતિ સાથે જવા લાગી. પીડીતાએ એમ પણ જણાવ્યું કે તે 6 મહિનામાં એકવાર આશ્રમ જતા હતા અને ત્યાં ત્રણ-ચાર દિવસ રોકાઈને સેવા કરતા હતા. શરૂઆતમાં આશ્રમમાં બધું જ સારું હતું, પરંતુ થોડા સમય પછી ગડબડી શરૂ થવા લાગી.

(પ્રતીકાત્મક તસવીર)

પીડીતાએ જણાવ્યું કે બાબાના આશ્રમમાં રોજ 8થી 10  વાગ્યાની વચ્ચે મહિલાઓ રોકાતી હતી. એક દિવસ બાબાએ તેને રાત્રીના સમયે ધાબા ઉપર બનેલા ઓરડામાં બોલાવી. ત્યારબાદ બાબાએ કહ્યું કે આ પ્રસાદ ખાઈ લે અને ભગવાનનું ધ્યાન કરે. બાબાએ કહ્યું કે હું જ ભગવાન છું. તું મારી સેવા કર. સમર્પણનો ભાવ રાખીને બધું જ મને સમર્પિત કરી દે.

મહિલાએ જણાવ્યું કે ગોળી ખાવાની સાથે જ તેને નશો થવા લાગ્યો, ત્યારે બાબાએ તેની સાથે બળાત્કાર કર્યો. 6 મહિના પછી જયારે તે બીજીવાર આશ્રમમાં ગઈ ત્યારે બાબાએ તેની સાથે બીજીવાર બળાત્કાર કર્યો. અને કોઈને કઈ કહેવા ઉપર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

પીડીતાએ જણાવ્યું કે જયારે તેના પતિ તેની 20 વર્ષની દીકરીને આશ્રમમાં લઇ જવાનું કહેવા લાગ્યા ત્યારે તેને આ વાતનો વિરોધ કર્યો.  પતિએ જયારે મહિલાને કારણ પૂછ્યું ત્યારે તેને બાબાની બધી જ હકીકત જણાવી દીધી. પરિવારમાં વાત કરવા ઉપર ખબર પડી કે તેની ભાભી અને જેઠાણી સાથે પણ બાબાએ ડરાવી ધમકાવીને બળાત્કાર કર્યો છે. જયારે તેના પતિ અને ભાઈએ બાબાને ફોન કરી અને બધી જ હકીકત પૂછી તો તેમને બરબાદ કરી નાખવાની ધમકી પણ આપવામાં આવી.

Niraj Patel