અનિલ અંબાણીનો નાનો દીકરો જય અંશુલ અંબાણી છે લગ્ઝરી ગાડીઓ અને એરક્રાફટનો શોખીન, છે શાનદાર કલેક્શન

પપ્પાના માથે કરોડોનો કર્જો છે અને દીકરો છે લગ્ઝરી ગાડીઓ અને એરક્રાફટનો શોખીન- જુઓ PHOTOS

મશહૂર બિઝનેસમેન અનિલ અંબાણી ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. બોલિવુડની મશહૂર અભિનેત્રી રહેલી ટીના મુનિમ અને અનીલ અંબાણીના બે દીકરા છે, જય અનમોલ અને જય અંશુલ.

28 વર્ષિય જય અનમોલ અનિલ અંબાણીના મોટા દીકરા છે અને 4 વર્ષિય જય અંશુલ તેમના નાના દીકરા. મુંબઇમાં જોન કોનન સ્કૂલથી શરૂઆતના અભ્યાસ બાદ તેણે બ્રિટેનની વારવિક બિઝનેસ સ્કૂલથી બેચલર ડિગ્રી હાંસિલ કરનાર જય અનમોલ કેમેરા સામે ઓછા દેખાય છે અને તે પ્રાઇવેટમાં રહેવાનું પસંદ કરે છે.

જય અંશુલની લાઇફસ્ટાઇલ પૂરી રીતે અલગ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર 24 વર્ષિય જય અંશુલ ધાર્મિક સ્વભાવના છે અને તે તેના કઝિન ભાઇ બહેન એટલે કે મુકેશ અંબાણીના દીકરા આકાશ, અનત અને દીકરી ઇશા અંબાણીની ખૂબ નજીક છે.

ઘણીવાર તેઓ સાથે પાર્ટી કરતા જોવા મળે છે. ભલે બિઝનેસને લઇને મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે સંબંધમાં તિરાડ આવી હોય પરંતુ તેની અસર બાળકો પર પડી નથી.

જય અંશુલ નાના જરૂર છે, પરંતુ તેમના શોખ ઘણા મોટા છે. તેમને લગ્ઝરી ગાડીઓ અને એરક્રાફટ ભેગા કરવાનો શોખ છે. જય અંશુલ અંબાણી પણ તેના ભાઇની જેમ ગાડી અને એરક્રાફટના શોખીન છે. જય અનમોલ અને જય અંશુલ બંને તેના પિતા સાથે રિલાયન્સ ગ્રુપમાં કામ કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.

SCMPના રીપોર્ટ અનુસાર જય અંશુલ અંબાણી પાસે ઓટોમોબાઇલ્સનો ઘણો મોટો ખજાનો છે. તેમાં લેમ્બોર્ગિની ગલાર્ડો, રોલ્સ-રોયલ ફેંટમ, લેક્સિસસ એસયુવી, રેંજ રોવર વોગ અને મર્સિડિઝ GLK350 સામેલ છે.

જય અંશુલ અંબાણી પાસે એરક્રાફટનું પણ કલેક્શન છે. તેની પાસે બેલ 412 હેલિકોપ્ટર, એક બોન્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રે એક્સઆરએસ, ફેલકન 2000 અને એક ફેલ્કન 7X સામેલ છે.

Shah Jina