જાહ્નવી કપૂર પાસે છે દુનિયાના સૌથી મોંઘા હૈંડબેગ્સનું કલેક્શન, કિંમત તો પૂછતાં જ નહિ

જાહ્નવી કપૂર પાસે છે ઘણા મોંઘા બેગ્સનું કલેક્શન, કિંમત જાણીને આંખે અંધારા આવી જશે

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે થોડા સમયમાં જ બોલિવુડમાં તેની ખાસી એવી ઓળખ બનાવી લીધી છે. તે ભલે થોડી ઘણી ફિલ્મોમાં જ નજર આવી છે પરંતુ તે તેની ફેશન સેંસ, સ્ટાઇલ અને એટિટયૂડને લઇને હંમેશા ચર્ચામાં છે. જાહ્નવીએ વર્ષ 2018માં ફિલ્મ “ધડક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ ભલે બોક્સઓફિસ પર વધુ સફળ રહી ન હતી, પરંતુ જાહ્નવીના અભિનયની ઘણી પ્રશંસા થઇ હતી.

આ પછી તે ગુંજન સક્સેનામાં જોવા મળી હતી અને તે છેલ્લે હોરર ફિલ્મ રૂહીમાં રાજકુમાર રાવ અને વરુણ સાથે જોવા મળી હતી. જાહ્નવી જયારે ઇન્ડસ્ટ્રીમાં આવી તે સમયે તે ઘણી શરમાળ હતી અને તેની માતા શ્રીદેવીના નિધન બાદ તેણે પોતાને ઘણી સંભાળી. જાહ્નવી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે.

જાહ્નવી કપૂર માત્ર આઉટફિટ્સ જ નહિ, પરંતુ શુઝ અને ડિઝાઇનર બેગ્સના મામલે પણ કેટલીક સિનિયર અભિનેત્રીઓથી આગળ છે. તમનેે જાણીન હેરાની થશે કે દુનિયાના સૌથી મોંઘા બ્રાંડના એક કે બે નહિ પરંતુ તેની પાસે ઘણા હૈંડબેગ્સ છે.

જાહ્નવી પાસે હૈંડબેગ્સનું સારુ એવું કલેક્શન છે. તેને ઘણીવાર બ્લુ બેગ સાથે સ્પોટ કરવામાં આવી છે. જાહ્નવીની આ બેગ Louis vuitton બ્રાંડની છે. આ બેગ પર કેટલાક પેચ પણ છે. આ સાથે તેમાં ચેનની સાથે સ્ટ્રેપ પણ લાગેલી છે. આ બેગની કિંમત જાણી તમારા તો હોંશ જ ઉડી જશે. એક વેબસાઇટ અનુસાર તેની કિમત 1.6 લાખ રૂપિયા છે.

જાહ્નવી પાસે મશહૂર લગ્ઝરી બ્રાંડ Diorનું આઇકોનિક Oblique સૈંડલ બેગ છે. જેની કિંમત 4275 ડોલર એટલે કે લગભગ 3 લાખ રૂપિયા છે. તે ઘણીવાર કેઝ્યુઅલ જીમ લુક અને એરપોર્ટ લુક દરમિયાન ટોટે બેગને કેરી કરતી સ્પોટ થાય છે. તમને જણાવી દઇએ કે, આ બેગ Goyard Saint Louis કંપનીનું છે, જેની કિંમત 7855 ડોલર એટલે કે લગભગ 5 લાખ 56 હજાર રૂપિયા છે.

જાહ્નવીની ખૂબસુરતી અને તેની સ્ટાઇલ બધાને દીવાના બનાવી દે છે. તેના ચાહકો તેની બધી સ્ટાઇલને પસંદ કરે છે. જાહ્નવી કપૂરને ઘણીવાર એક યલો બેગ સાથે સ્પોટ કરવામાં આવી છે. જેમાં તે ઘણી ક્યુટ પણ લાગે છે. તેની આ બેગ Moschino Spongebob બ્રાંડની છે અને આ એક ઇટાલિયન બ્રાંડ છે તેની કિંમત લગભગ 65 હજાર રૂપિયા છે.

જાહ્નવી કપૂર પાસે દુનિયાની સૌથી મોંઘી લગ્ઝરી બ્રાંડ બેગ Hermès છે. જાહ્નવીને તેના રેડ અને બ્લુ કલરના Hermès બ્લુ બર્કિન બેગથી ઘણો પ્રેમ છે અને તે ઘણા મોકા પર આ બેગ સાથે નજર આવી ચૂકી છે. તમને જણાવી દઇએ કે, આ એક બેગની કિંમતમાં તો હોન્ડા સિટી જેવી સિડૈન ગાડી ખરીદી શકો છો. તેની કિંમત  હજાર ડોલર એટલે કે લગભગ 10 લાખ 65 હજાર રૂપિયા છે.

જાહ્નવી પાસે બ્લેક કરલનું મશહૂર Chanel Vintage Square CC flap બેગ છે. જેની કિંમત 2,13,640 રૂપિયા છે. જાહ્નવી દુનિયાભરમાં લગ્ઝરી બેગ્સ માટે મશહૂર chanelનું સ્લિંગ બેગ યુઝ કરે છે અને તેની પાસે આ બ્રાંડના એક બે નહિ ઘણા બેગ છે. તેના એક ક્લાસિક સ્લિંગ બેગની કિંમત લગભગ 5 લાખ 62 હજાર રૂપિયા છે.

જયારે જાહ્નવી 20 વર્ષની હતી ત્યારે તેણે મોનોક્રોમ એરપોર્ટ લુકને કંપલીટ કરવા માટે Fendiનુ સ્ટ્રેપ બેગ કેરી કર્યુ હતુ અને આ એક બેગની કિંમત 1 લાખ 83 હજાર રૂપિયા છે.

Shah Jina