EDની પૂછતાછમાં હિરોઈન જૈક્લીન ફર્નાંડીઝનો ખુલાસો, કહ્યું- હું અને સુકેશ રિલેશનમાં હતા, કૉનમૈનએ કહ્યું અભિનેત્રીને કેસ સાથે કંઈ લેવાદેવા નથી

અભિનેત્રી જૈક્લીન બોલીવુડની સફળ અભિનેત્રી છે પણ તાજેતરના દિવસોમાં તેનો સમય મુશ્કેલી ભર્યો ચાલી રહ્યો છે.સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડ્રીંગના કેસમાં નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એવામાં EDની પૂછપરછમાં જૈક્લીને ખુલાસો કર્યો હતો કે તે સુકેશ સાથે રિલેશનમાં હતી અને સુકેશે તેને ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ પણ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

જૈક્લીને પૂછપરછમાં આગળ જણાવ્યું કે આ રિંગમાં J અને S બનેલો હતો.આ સિવાય તેને સુકેશ તરફથી કરોડો રૂપિયા ભેટ સ્વરૂપે પણ મળ્યા હતા. આ સિવાય સુકેશે એક ઘોડો, ગુચ્ચી બ્રાન્ડની ત્રણ ડિઝાઈનર બેગ,ગુચ્ચીના બે જિમ વેર, લુઇ વિટો બ્રાન્ડના એક શૂઝ, હીરાજડિત બે ઈયરરિંગ, માણેકથી બનેલું બ્રેસલેટ અને બે હેમીજ બ્રેસલેટ અને એક કૂપર કાર પણ ભેટમાં આપી હતી. સુકેશે પણ જણાવ્યું કે આ બધું તેને એટલા માટે આપ્યું કેમ કે તે જૈક્લીને સાથે રિલેશનમાં હતો અને તેનો આ કેસ સાથે કોઈ જ સંબંધ નથી.

 

View this post on Instagram

 

A post shared by B O L L Y W O O D (@filmystan123)

જણાવી દઈએ કે કૉનમૈન સુકેશે માત્ર જૈક્લીન જ નહિ પણ અન્ય અભિનેત્રીઓને પણ શિકાર બનાવવાની કોશિશ કરી ચુક્યો છે. આ બાબતમાં અભિનેત્રી ભૂમિ પેડનેકર, સારા અલી ખાન અને જાહ્નવી કપૂરનું નામ પણ શામેલ છે. મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક્ટ્રેસ જૈક્લીન ફર્નાન્ડીસની મુશ્કેલી સતત વધતી જઈ રહી છે. ઠગી સુકેશ દ્વારા જેકલીનને આપવામાં આવેલી કીમતી ગિફ્ટો અને સુકેશે આપેલા નિવેદનને લીધે તેની મુસીબતમાં વધારો થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ સુકેશ જૈક્લીનને લલચાવવા માટે એક 500 કરોડની બજેટ વાળી ફિલ્મમાં હિરોઈન બનાવવા માંગતો હતો

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

જૈક્લીન ફર્નાન્ડિસ આગળના ઘણા સમયથી પોતાનું આવનારું ગીત ‘મૂડ મૂડ કે’ ને લીધે ચર્ચામાં બનેલી હતી, આ ગીતમાં તેની સાથે મિશેલ મોરોન પણ મુખ્ય કિરદારમાં છે. અમુક સમય પહેલા દેસી મ્યુઝિક ફાઉન્ડર અને સીઈઓ અંશુલ ગર્ગએ ‘365 ડેઝ’ના સ્ટાર મિશેલ અને જૈક્લીનના ગીત મૂડ મૂડ કે ની ઘોષણા કરી હતી.

જેની સાથે ગીતનું શાનદાર પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે તેમણે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું હતું જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. સિંગર ટોની કક્કડ અને નેહાકક્કડ દ્વારા ગાવામાં આવેલા આ જોશીલા ગીતની સાથે ભારતીય મનોરંજન જગતમાં ઇટાલિયન અભિનેતા મિશેલને લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

Krishna Patel