ઇઝરાયલના લોકોએ કર્યો “ૐ નમઃ શિવાય”નો જાપ, ભારત માટે કરી પ્રાર્થના, વીડિયો થયો વાયરલ

ભારતની અંદર કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. રોજના લાખો લોકો આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. આ મુશ્કેલ ઘડીની અંદર ભારતની મદદે ઘણા દેશો પણ આગળ આવ્યા છે. દરેક દેશ પોતાની રીતે ભારતને મદદ કરી રહ્યો છે.

ભારતના ઘણા બૉલીવુડ સેલેબ્રિટીઓ, ક્રિકેટરો પણ આ લડતમાં મદદ માટે આગળ આવી રહ્યા છે, વિદેશી ખેલાડીઓએ પણ ભારતને મદદ કરવા માટે મોટા પ્રમાણમાં દાન કર્યું છે ત્યારે માત્ર પૈસાથી જ નહીં પ્રાર્થનાથી પણ ભારતને મદદ કરવા માટે હાથ જોડાયા છે.

ઈઝરાયલમાંથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઈઝરાયલના હજારો લોકો એક જગ્યાએ ભેગા થઈને “ૐ નમઃ શિવાય”નો જાપ કરતા જોવા મળી રહ્યા છે. ઈઝરાયલના લોકો આ વીડિયો દ્વારા ભારત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ વીડિયોને પવન કે પાલ દ્વારા પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં શેર કરવામાં આવ્યો છે. તે ઈઝરાયલમાં ભારતીય રાજનયિક છે અને ઇન્ડિયન ફોરાં સર્વિસ 2017ના પાસઆઉટ છે.પવને આ વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે કે, “જયારે તમારા માટે આખું ઈઝરાયલ ભેગું થઈને આશાની એક કિરણ બની જાય.”

તમને જણાવી દઈએ કે ઈઝરાયલ થોડા દિવસ પહેલા જ કોરોના મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો છે. ઈઝરાયલે પોતાના સામુહિક રસીકરણ અભિયાન બાદ કોરોના વાયરસ પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે અને સ્કૂલોને પણ ફરીથી શરૂ કરી દીધી છે.

આ જ કારણ છે કે આ વીડિયોની અંદર મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pawan K Pal 🇮🇳 (@pawank90)

Niraj Patel