મુકેશ અંબાણીના પૌત્રની રિયલ એસ્ટેટ ટાઇકૂનની દીકરી સાથે થઇ સગાઈ, જાણો ક્યારે વાગશે લગ્નની શરણાઈ

મુકેશ અંબાણી દેશમાં જ નહીં દુનિયામાં પણ એક જાણીતું નામ છે, એશિયા અને ભારતના સૌથી ધનવાન વ્યક્તિમાં સુમાર મુકેશ અંબાણીનો પરિવાર પણ હંમેશા તેમના વૈભવ માટે ચર્ચામાં રહે છે. ત્યારે હાલ એક મોટી ખબર સામે આવી રહી છે. મુકેશ અંબાણીના પૌત્રની રિયલ એસ્ટેટ ટાઇકૂનની દીકરી સાથે સગાઈ થઇ છે.

આ લગ્ન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિખિલ મેસવાનીના દીકરા ઈશાનના. નિખિલ મેસવાની સંબંધમાં મુકેશ અંબાણીના ભત્રીજા છે.નિખિલને મુકેશ અંબાણીના ડાબો હાથ પણ માનવામાં આવે છે. આ કારણે મુકેશ અંબાણી અને ઈશાન વચ્ચે દાદા પૌત્રનો સંબંધ બને છે.

લોસ એન્જીલીસમાં આ અઠવાડીએ થયેલા એક સમારંભમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિખિલ મેસવાનીના દીકરા ઈશાનની સગાઈ ગાયત્રી રહેજા સાથે થઇ હતી. ઈશાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીનો પૌત્ર છે, ત્યારે ગાયત્રી રહેજા રિયલ એસ્ટેટ ટાયકૂન સંદીપ રહેજાની દીકરી છે.

આ સગાઈ સમારંભ 23 નવેમ્બરના રોજ લોસ એન્જીલીસમાં યોજાયો હતો, જેમાં ફક્ત પારિવારિક લોકો જ સામેલ થયા હતા. આ હાઈ પ્રોફાઈલ સમારંભમાં મેસવાની અને રહેજા પરિવાર ઉપરાંત નીતા અંબાણી અને તેમની દીકરી ઈશા અંબાણી પણ સામેલ રહ્યા હતા. ઈશાનની માતાનું નામ એલીના મેસવાની છે જયારે ગાયત્રીની માતાનું નામ દુર્ગા રહેજા છે.

ઈશાન અને ગાયત્રી બાળપણથી જ એકબીજાને ઓળખ છે. લગ્નની તારીખ હજુ નક્કી નથી થઇ. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે જલ્દી જ બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ બધા વચ્ચે જ ઈશાનની વીંટી પહેરાવતી એક તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે, જેમાં આ કપલ ખુબ જ સુંદર લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણીની મોટી બહેન ત્રિલોચનાના દીકરાનું નામ રસિકલાલ મેસવાની છે. જે રિલાયન્સ કંપનીના ફાઉન્ડર ડાયરેક્ટરમાંથી એક છે. તેમના જ દીકરાનું નામ નિખિલ મેસવાની છે. નિખિલે 1986માં રિલાયન્સ સાથે જોડાણ કર્યું હતું. આ સમયે નિખિલ રિલાયન્સના બોર્ડ એકઝીકયુટીવ ડાયરેક્ટર છે. સાથે જ મુકેશ અંબાણીના ખુબ જ નજીકના લોકોમાંથી એક માનવામાં આવે છે.

Niraj Patel