મુકેશ અંબાણીની છોકરી ઈશા અંબાણીને ગિફ્ટ મળ્યો હતો પાંચ-પાંચ માળનો શાહી મહેલ, જુઓ ‘ગુલિટા’ના અંદરની તસવીરો

કરોડો રૂપિયાના આલિશાન મહેલમાં રહે છે મુકેશ અંબાણીની લાડલી ઈશા, જુઓ PHOTOS

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક માણસમાંથી એક છે. મુકેશ અને નીતા અંબાણીએ તેમની છોકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે કરાવ્યા હતા.

ઈશાના સસરા અજય પીરામલે ગિફ્ટમાં પાંચ ફ્લોર વાળો શાહી મહેલ ગિફ્ટ કર્યો હતો. અંબાણીના ઘરનું નામ ‘એંટીલિયા’ છે જયારે ઈશાના ઘરનું નામ  ‘ગુલિટા’ છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ ઈશા અને પીરામલનો શાહી મહેલ.

લગ્ન પછી ઈશા અંબાણી તેના પતિ સાથે જે ઘરમાં રહે છે તે ઘરનું નામ ગુલિટા છે. આ ઘર મુંબઈ વર્લીમાં છે. ઇશાનું તે ઘર પુરા 50000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે અને ઈશાને લગ્ન પછી આ શાહી મહેલ તેમના સસરા અજય પીરામલે ગિફ્ટ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીએ તેમની એકની એક છોકરીના લગ્ન પર 100 મિલિયન ડોલર એટલે કે 720 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. અંબાણીનું ઘર દેશનું સૌથી મોંઘુ ઘર છે. પરંતુ ઈશા અને આનંદનું ઘર પણ રાજમહેલ જેવું છે.

વર્ષ 2012માં ઈશાન સસરા અજય પીરામલે હિન્દુસ્તાન યુનીલિવર જોડેથી લગભગ 10 અરબ ડોલર એટલેકે 450 કરોડ રૂપિયામાં આ ઘર લીધું હતું. અજય પીરામલ ફાર્માસ્યુટિકલ, ફાઈનેંશિયલ સર્વિસીઝ, રિયલ એસ્ટેટ, ઇન્ફોર્મેશન સર્વિસ અને ગ્લાસ પેકેજીંગના બિઝનેસથી જોડાયેલા છે.

ઈશાના ઘરમાં પાંચ ફ્લોર છે. પાંચ ફલોરમાંથી ત્રણ બેઝમેન્ટ છે. સર્વિસ અને પાર્કિંગ માટે બીજો અને ત્રીજો ફ્લોર છે. ઘરમાં બગીચા અને એર વોટર બોડી, અને પ્રવેશ કરતા જ લાબું ગ્રાઉન્ડ ફ્લોર પણ બનાવામાં આવ્યું છે.

લિવિંગ અને ડાઇનિંગ હોલ ઉપરના ફ્લોર પર છે. આ મહેલમાં ઘણા બધા રૂમ, બેડરૂમની સાથે સર્ક્યુલર સ્ટડી રૂમ પણ બનાવામાં આવ્યો છે. મહેલના અલગ અલગ લેવલ પર લાઉઝ એરિયા, ડ્રેસિંગ રૂમ અને સર્વેન્ટ ક્વાટર પણ છે.

સપ્ટેમ્બર 2018ના રોજ ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઇ ઇટલીમાં થઇ હતી. તે જ વર્ષે 12 ડિસેમ્બર 2018એ બંનેએ લગ્ન કર્યા હતા.

આનંદ પીરામલની વાત કરીએ તો શ્રીરામ ગ્રુપ અને પીરામલ ગ્રુપના ચેરમેન છે. આ બંને કંપનીઓનું માર્કેટ ગૈપ 10 બિલિયન ડોલર એટલેકે 72 હજાર કરોડ રૂપિયા છે. 30 દેશમાં પીરામલ ગ્રુપની બ્રાન્ચ છે.

Patel Meet