બાહુબલીના પ્રભાસની જેમાં હાથી ઉપર ચઢી ગયો આ મહાવત, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “બાહુબલી આ વ્યક્તિની કોપી છે !” જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે અને ઘણા વીડિયોની અંદર ઘણી એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય, તો ઘણા વીડિયો દિલ જીતનારા પણ હોય છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેને બાહુબલી ફિલ્મની યાદ આપવી દીધી.

તમને ફિલ્મ બાહુબલી 2નું એ દૃશ્ય યાદ હશે, જેમાં અભિનેતા પ્રભાસ હાથી પર ચડતો જોવા મળે છે. બિલકુલ આવું જ કરતા એક મહાવતનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. આ બિલકુલ એવું જ છે જે ફિલ્મ બાહુબલી 2 માં બતાવવામાં આવ્યું હતું. ટ્વિટર પર વીડિયો શેર કરનારા IPS ઓફિસર દીપાંશુ કાબરાએ કેપ્શનમાં લખ્યું, “તેણે એક્ટર પ્રભાસની તર્જ પર બાહુબલી-2 જેવો સીન કર્યો.”

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ ટ્વીટમાં ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલીને પણ ટેગ કર્યા છે. આ વીડિયોને 2 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ ઉપરાંત ઘણા લોકોએ તેને રીટ્વીટ કર્યું છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. જો કે અભિનેતા પ્રભાસનું એકાઉન્ટ, જેને ટેગ કર્યું છે, તે તેનું મૂળ એકાઉન્ટ નથી. આ તેના ચાહકનું આઈડી છે.

દીપાંશુ કાબરા હાલમાં છત્તીસગઢમાં કમિશનર પબ્લિક રિલેશન્સ અને કમિશનર ટ્રાન્સપોર્ટ તરીકે પોસ્ટેડ છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે, એક યુઝરે લખ્યું કે અસલી બાહુબલી અહીં છે, બાહુબલી પાસે ગ્રાફિક્સ છે. એક યુઝરે લખ્યું – ‘આ પ્રભાસ છે, જ્યારે તે વૃદ્ધ થશે.’ ત્યાં, ટ્વિટર પર કેટલાક યુઝર્સે એમ પણ લખ્યું કે દરેક મહાવત આ રીતે ચઢે છે. તે જ સમયે, એક યુઝરે લખ્યું કે પ્રભાસે આ વ્યક્તિ જેવું કર્યું છે.

Niraj Patel