ભાવનગરના IPS સફીન હસને શ્રોતા સહિત સંતો-મહંતોને કર્યા મંત્રમુગ્ધ, ભગવદ્‌ ગીતા ઉપર ઊંડાણ પૂર્વક સમજ આપતું વક્તવ્ય આપ્યું, જુઓ વીડિયો

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાની અંદર જીવનની ઊંડી સમજ આપવામાં આવી છે. હિન્દૂ ધર્મની અંદર ગીતાનું ખુબ જ મહત્વ છે. ત્યારે હાલમાં જ એક કાર્યક્રમની અંદર ભાવનગરના IPS સફીન હસને જે વક્તવ્ય આપ્યું તેને સાંભળીને શ્રોતાજનો ઉપરાંત સભા મંડપમાં ઉપસ્થિત સૌ મહાનુભવો અને સાધુ સંતો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ભાવનગરના ASP એવા સફીન હસન સાહેબે પોતાના વક્તવ્યની અંદર ભગાવન શ્રી કૃષ્ણ, અર્જુન, કર્ણ વિશેનું ઊંડાણ પૂર્વકનું વક્તવ્ય આપ્યું હતું. જેને સાંભળીને ત્યાં ઉપસ્થિતિ સૌ લોકો આફરીન બન્યા હતા. ભાવનગરમાં યોજાયેલા આ સમારંભની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગરમાં ગત 14 એપ્રિલના રોજ શક્તિ આરાધના ધર્મોત્સવ “માનો દરબાર” કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં દૂર દૂરથી સંતો મહંતો અને મોટી સંખ્યામાં શ્રોતાગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મહેમાન તરીકે ભાવનગરના ASP સફીન હસન સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ક્રાયક્રમમાં તેઓએ વ્યક્તવ્ય પણ આપ્યું હતું જેમાં ભગવદ્દ ગીતા વિશેની ઊંડાણ પૂર્વકની સમજ તેમને આપી હતી. તેમને જણાવ્યું હતું કે, “શ્રીકૃષ્ણ સંપુર્ણ પુરુષ કેમ છે ?” આ વાતને સમજાવવા માટે તેમને વિવિધ દાખલાઓ સાથે સમજાવી હતી. જેને સાંભળીને સંતો મહંતો પણ અભિભૂત થયા હતા.

Niraj Patel