IPLની ઓલ ટાઇમ બેસ્ટ ટીમનું એલાન: આ ગુજરાતી ખેલાડી છવાઈ ગયો, ધોની કેપ્ટન,રોહિત પ્લેઇંગ 11થી બહાર !

IPLની ઓલ ટાઇમ બેસ્ટ ટીમમાં રોહિતને ના મળી જગ્યા, ધોની કેપ્ટન- જુઓ Best IPL Squad

કરિશ્માઇ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સર્વકાલીન મહાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. આ ટીમની પસંદગી 2008માં શરૂ થયેલી વિશ્વની સૌથી લોકપ્રિય T20 લીગની સફળતાની ઉજવણી કરવા માટે કરવામાં આવી હતી. 20 ફેબ્રુઆરીએ IPLની પ્રથમ હરાજીના 16 વર્ષ પૂર્ણ થશે.

આ અવસરને યાદગાર બનાવવા માટે, આઈપીએલના ટેલિવિઝન પ્રસારણકર્તા ‘સ્ટાર સ્પોર્ટ્સ’એ ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરો અને લગભગ 70 પત્રકારોની મદદથી આઈપીએલની સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ટીમની પસંદગી કરી. પસંદગી પેનલમાં વસીમ અકરમ, મેથ્યુ હેડન, ટોમ મૂડી અને ડેલ સ્ટેન જેવા દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયાના આક્રમક ડેવિડ વોર્નર અને ભારતના મહાન ખેલાડી વિરાટ કોહલીને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા જ્યારે યુનિવર્સલ બોસ ક્રિસ ગેલને બેટિંગ ક્રમમાં ત્રીજા નંબરે સ્થાન આપવામાં આવ્યું છે. સુરેશ રૈના, એબી ડી વિલિયર્સ, સૂર્યકુમાર યાદવ અને ધોનીને મિડલ ઓર્ડરમાં સ્થાન મળ્યું છે, જ્યારે 15 સભ્યોની ટીમમાં હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કિરોન પોલાર્ડ ત્રણ ઓલરાઉન્ડર છે.

રાશિદ ખાન, સુનીલ નારાયણ અને યુઝવેન્દ્ર ચહલને સ્પિન ગેંદબાજ તરીકે પસંદ કરવામાં આવ્યા છે જ્યારે લસિથ મલિંગા અને જસપ્રિત બુમરાહ બે ફાસ્ટ બોલર છે. ધોનીને આ ટીમની કમાન સોંપવામાં આવી છે અને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ચાર ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. જણાવી દઇએ કે, મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને આ ટીમમાં નથી સામેલ કરાયો, જેણે પોતાની કેપ્ટનશિપમાં MIને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતું.

IPLની ઓલ ટાઈમ ગ્રેટ XI:
વિરાટ કોહલી, ક્રિસ ગેલ, સુરેશ રૈના, એબી ડી વિલિયર્સ, શેન વોટસન, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ અશ્વિન, ભુવનેશ્વર કુમાર અને રવિચંદ્રન અશ્વિન.

ઈમ્પેક્ટ પ્લેયર્સ – ડેવિડ વોર્નર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને સુનીલ નારાયણ.

મુખ્ય કોચ – સ્ટીફન ફ્લેમિંગ.

Shah Jina