આ વ્યક્તિ છે ક્રિકેટનો સાચો પ્રેમી, IPL જોવા માટે પોતાની પ્રેમિકાને પણ છોડી દીધી, કેમેરામેને કેદ કરી તસવીર, જુઓ

આ ભાઈનો આઇપીએલ પ્રત્યેનો પ્રેમ તો જુઓ, મેચ જોવા માટે પ્રેમિકાને પણ કહી દીધું ટાટા બાય બાય, જુઓ તસવીર

IPL 2022નો રોમાંચ દુનિયાભરમાં છવાયો છે. આઇપીએલની મેચ દરમિયાન કેમેરામેન પણ એવી એવી ઘટનાઓ પોતાના કેમેરામાં કેદ કરે છે કે દર્શકો પણ આવી ઘટનાઓને જોઈને હેરાન પણ રહી જાય છે. હાલ આઈપીએલ ગ્રાઉન્ડની એક એવી તસવીર વાયરલ થઈ રહી છે, જે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહી છે.

આઈપીએલમાં પ્લેઓફ માટે તમામ ટીમો વચ્ચે સ્પર્ધા ધીમે ધીમે વધી રહી છે તો બીજી તરફ IPLના ચાહકો પણ દરેક મેચમાં ક્રિએટિવ પોસ્ટર સાથે મેદાન પર પહોંચી રહ્યા છે. આવા જ એક પ્રશંસકનું પોસ્ટર આજકાલ હેડલાઇન્સમાં છે. તાજેતરમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં એક અનોખું પોસ્ટર જોવા મળ્યું હતું.

આ મેચ માટે મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. આમાંથી એક એવો ફેન હતો, જેણે કેમેરામેનનું ધ્યાન ખેંચ્યું. આ વ્યક્તિ એક પોસ્ટર લઈને આવ્યો હતો. જ્યારે આ ફેન કેમેરામાં કેદ થયો તો તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. આ ફેન્સ દ્વારા લાવવામાં આવેલા પોસ્ટરમાં એક ખૂબ જ અનોખી વાત લખવામાં આવી હતી.

પોસ્ટર સાથે મેદાન પર પહોંચેલા આ પ્રશંસકે તેમાં લખ્યું, “મારી ગર્લફ્રેન્ડે મને અથવા IPL તેમાંથી કોઈ એક પસંદ કરવાનું કહ્યું અને મેં IPL પસંદ કરી અને તે જ જોવા આવ્યો.” સોશિયલ મીડિયા પર આ તસવીર સામે આવ્યા બાદ ઈન્ટરનેટ યુઝર્સ આ વ્યક્તિના ક્રિકેટ પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે.

આ ઉપરાંત કેટલાક લોકોએ એવું પણ કહ્યું છે કે ક્રિકેટના અફેરમાં એક સુંદર પ્રેમનો અંત આવ્યો છે. કેટલાક લોકોએ કહ્યું કે જ્યારે તે ટીવી પર આઈપીએલ જોવા બેસે છે ત્યારે તેના ઘરમાં પણ ક્રિકેટને લઈને ઝઘડો થાય છે.  તમને જણાવી દઈએ કે સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામેની મેચ 7 વિકેટે જીતી હતી.

પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. તે જ સમયે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 17.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રાહુલ ત્રિપાઠીએ માત્ર 37 બોલમાં 71 રનની ઇનિંગ રમીને હૈદરાબાદને જીત અપાવી હતી.

Niraj Patel