કલકત્તા અને હૈદ્રાબાદની મેચમાં છવાઈ ગઈ આ મિસ્ટ્રી ગર્લ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ, જાણો કોણ છે આ સુંદર હસીના

આઇપીએલનો માહોલ શરૂ થઇ ગયો છે ત્યારે ગઈકાલે યોજાયેલી કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઇઝર્સ હૈદરબાદની મેચમાં એક મિસ્ટ્રી ગર્લ પણ ખુબ જ ચર્ચામાં રહી હતી. રવિવારના રોજ યોજાયેલી આ મેચની અંદર આ મિસ્ટ્રી ગર્લે હૈરદરાબાદની ટીમને ચીયર કર્યું હતું.

આ શાનદાર મેચમાં હૈદ્રાબાદની તો હાર થઇ હતી, પરંતુ આ મિસ્ટ્રી ગર્લે લોકોનું દિલ જીતી લીધું હતું. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ચાહકો પણ જાણવા માંગે છે કે આખરે સુંદર દેખાતી આ મિસ્ટ્રી ગર્લ છે કોણ ?

સનરાઈઝ હૈદરાબાદને ચીયર કરતી જોવા જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લનું નામ છે કાવ્યા મારન. જેની ઉંમર 29 વર્ષની છે. કાવ્યા કોઈ સામાન્ય છોકરી નથી પરંતુ દેશના સૌથી અમીર લોકોમાં જેની ગણતરી થાય છે એવા સન ટીવી નેટવર્કના માલિક અને સનરાઈઝના સંસ્થાપક કલાનિધિ મારનની દીકરી છે.

કાવ્યા આ પહેલા આઇપીએલની નિલામીમાં પણ ચર્ચામાં આવી હતી. તે પહેલા પણ હૈદરાબાદ તરફથી ખેલાડીઓની બોલી લગાવી ચુકી છે. તે મોટાભાગે સનરાઈઝ હૈદરાબાદની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જઈને પોતાની ટીમને સપોર્ટ કરતી પણ નજરે આવે છે.

કલાનિધિ સન ટેલિવિઝન નેટવર્કના માલિક છે અને કાવ્યા આ સમયે પોતાના પિતાનો વ્યવસાય સાચવી રહી છે. કાવ્યા એ ક્રિકેટ ચાહકોમાં સ્થાન ધરાવે છે જે દરેક મેચમાં સ્ટેડિયમમાં જોવા મળે છે. તે ક્રિકેટને લઈને પણ ખુબ જ ઉત્સાહિત છે.

કાવ્યાએ MBAનો અભ્યાસ કર્યો છે અને તેના કારણે જ તે પોતાના પિતાના વ્યવસાયને પણ સાચવતી જોવા મળી રહી છે. કાવ્યાને સૌથી પહેલા 2018ની અંદર પોતાની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સપોર્ટ કરતી સ્પોટ કરવામાં આવી હતી.

Niraj Patel