BMWમાં ફરતી અને હાઈફાઈ જીવન જીવતી આ હસીનાને પોલીસે દબોચી લીધી, એવા એવા કાંડ કરતી કે ચીતરી ચડશે, જુઓ
ઈન્સ્ટાગ્રામ પર ઉશ્કેરણીજનક કપડાંમાં પોતાની તસવીરો દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવનાર ઈન્ફ્લુએન્સર જસનીત કૌરની 5 એપ્રિલ એટલે કે મંગળવારે પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે જસનીત પોતાની અશ્લીલ તસવીરો તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સને મોકલતી અને બ્લેકમેલિંગ દ્વારા પૈસા લૂંટતી હતી. પોલીસે બ્લેકમેલિંગ અને ગુનાહિત કાવતરાના આરોપમાં જસનીતની ધરપકડ કરી હતી. આ મામલે યુવા એક નેતાનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ તેને શોધી રહી છે.
જસનીત કૌરને એક બિઝનેસમેનની ફરિયાદના આધારે કસ્ટડીમાં લેવામાં આવી હતી. ઉદ્યોગપતિએ આરોપ લગાવ્યો હતો કે ઇન્સ્ટાગ્રામ સ્ટાર તેને બ્લેકમેલ કરી રહી હતી. 1 એપ્રિલના રોજ જસનીત કૌર વિરુદ્ધ લુધિયાણાના મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ સ્ટારને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જસનીત કૌરના સોશિયલ મીડિયા પર બે લાખથી વધુ ફોલોઅર્સ છે.
તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અશ્લીલ કપડામાં રીલ્સ પોસ્ટ કરતી. કૌરના ઈન્સ્ટાગ્રામ પર ઘણા એકાઉન્ટ હતા અને આ સિવાય તે ટેલિગ્રામ એપ પર પણ છે. પોલીસે જણાવ્યું કે જસનીત કૌર તેના ફોલોઅર્સ સાથે ચેટ કરતી અને પછી તેને પોતાની કપડા વગરની તસવીરો અને વીડિયો મોકલતી. આ પછી તે પૈસા પડાવવા માટે બ્લેકમેલિંગનો ખેલ શરૂ કરતી. જસનીત સોશિયલ મીડિયા પર ખાસ કરીને એવા પુરુષોને નિશાન બનાવતી જેઓ અમીર છે. તે આ લોકો સાથે થયેલી ચેટ રેકોર્ડ કરતી અને પછી તેમની પાસેથી પૈસા પડાવતી.
બ્લેકમેલિંગ દરમિયાન જસનીત કૌર લોકો પાસેથી પૈસાની માંગણી કરતી અને ઇનકાર કરવા પર તે ગેંગસ્ટર્સની મદદથી તેમને ધમકાવતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે જસનીત વિરુદ્ધ 2008માં પણ આવો જ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં જસનીતે પોલીસને જણાવ્યું કે તે ખૂબ જ વૈભવી જીવન જીવતી હતી. 33 વર્ષીય વેપારીએ લુધિયાણા પોલીસમાં જસનીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ વેપારીએ આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષે નવેમ્બરમાં અજાણ્યા નંબર પરથી ફોન દ્વારા તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી.
બ્લેકમેલરે તે પૈસા ન આપે તો તેને અને તેના પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપી હતી. પોલીસે જસમીત કૌરની BMW કાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પોલીસે જસનીતના નજીકના સાથી લકી સંધુ સામે પણ કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે લકી સંધુ યુથ નેતા છે. પોલીસના જણાવ્યા અનુસાર સંધુ બ્લેકમેલિંગ માટે ધમકીભર્યા કોલ કરતો હતો. હાલમાં તે ફરાર છે અને પોલીસ તેને પકડવા પ્રયાસ કરી રહી છે.
View this post on Instagram