એક મજૂરથી કેવી રીતે આ યુવક બન્યો સરકારી ટીચર, જુઓ તેના સંઘર્ષની કહાની- લોકો પણ વીડિયો જોઇ થઇ રહ્યા છે ભાવુક

‘એક મજૂરથી સરકારી ટીચર સુધીની સફર…’ આ વ્યક્તિની વાયરલ રીલે લોકોની આંખો કરી દીધી નમ

‘મંજિલ તેમને જ મળે છે, જેમના સપનામાં જાન હોય છે, પંખથી કંઇ નથી થતુ, હોંસલાથી ઉડાન થાય છે…’ આ શેર તમે ક્યાંક ક્યારેક તો સાંભળ્યો જ હશે પણ કેટલાક લોકો તેને હકિકત કરવાની તાકાત રાખે છે. સોશિયલ મીડિયા પર એક મજૂરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે પોતાની મહેનતના દમ પર પરીક્ષા પાસ કરી સરકારી ટીચર બની ગયો. આ કહાની છે રાજસ્થાનના કિશન મીણાની.

મજૂરથી સરકારી ટીચર સુધીની સફર

કિશને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- ના સંઘર્ષ, ના તકલીફ તો શું મજા જીવવામાં, મોટા-મોટા તોફાન થમી જાય છે, જ્યારે આગ લાગી હોય અંદર…આ ક્લિપમાં કિશને ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તેને એક નિર્માણાધીન બિલ્ડિંગમાં મજૂરી કરતા જોઇ શકાય છે. તે માથા પર ભારે સામાન લઈને ફરતો જોવા મળે છે.

‘રાજસ્થાન સ્ટાફ સિલેકશન બોર્ડ’ની પરીક્ષા પાસ કરી

તેણે સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ કામ કર્યુ અને સમય નીકાળી અભ્યાસ પણ કર્યો. આ પછી તેની પરીક્ષાનું પરિણામ વીડિયોમાં જોઈ શકાય છે. કિશને ‘રાજસ્થાન સ્ટાફ સિલેકશન બોર્ડ’ની પરીક્ષા પાસ કરી અને તેને ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોસ્ટ કરવામાં આવ્યો. કિશન મીણાના સંઘર્ષનો આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ભાવુક થઈ રહ્યા છે.

વીડિયો પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા

વીડિયોને લાખો લોકોએ પસંદ કર્યો છે અને કોમેન્ટમાં ઘણા લોકો તેને પોતાની પ્રેરણા કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તમે અમારા બધા માટે પ્રેરણારૂપ બનશો. બીજાએ લખ્યું- તમારી મહેનત રંગ લાવી. અન્ય એક વ્યક્તિએ લખ્યું- લોકો સંઘર્ષ નથી જોતા, તેઓ માત્ર સફળતા જુએ છે. અન્ય એક યુઝરે લખ્યું- આટલી સખત તપસ્યા પછી સફળતાની કિંમત ચાર ગણી વધી જાય છે. બીજા એકે લખ્યું- ખૂબ આગળ વધો, પ્રગતિ કરો. તમારા સંઘર્ષને સલામ.

Shah Jina