ઇન્સ્પેકટર નીકળ્યો બ્લેક મનીનો ‘કુબેર’, રેડમાં જપ્ત થયા અધધધ કરોડ રોકડા, પૈસા ગણવા માટે મંગાવવી પડી બે મશીનો

11 વર્ષની નોકરીમાં કાળી કમાણીના કિંગ બન્યા ઇન્સ્પેકટર, નોટ ગણતા ગણતા થાકી ગઈ મશીનો

બિહારની રાજધાની પટનામાં નિગરાની બ્યુરોએ ડ્રગ ઇન્સ્પેકટર જીતેન્દ્ર કુમારના અલગ અલગ એવા ચાર જગ્યાઓ પર છાપેમારી કરી છે. આ છાપામારીમાં અધિકારીઓને કરોડોની રોકડ રકમ, ફ્લેટ, અવૈધ જમીનના કાગળો વગેરે જપ્ત કર્યા છે. ડ્રગ ઇન્સ્પેકટર જીતેન્દ્ર કુમારાના ઘર અને ઓફિસ પર પણ છાપામારી કરવામાં આવી છે. ગત શનિવારે બ્યુરોની અનેક ટિમે એકસાથે જીતેન્દ્ર કુમારાના ઠેકાણાઓ પર રેડ પાડી હતી અને કરોડોની સંપત્તિ જપ્ત કરી છે.

રિપોર્ટ્સ અનુસાર, પટનાના સુલ્તાન જંગ થાન ક્ષેત્રના ખાન મિર્જા વિસ્તારમાં નિગરાની વિભાગની ટીમે આવકથી વધુ સંપત્તિના મામલામાં ડ્રગ ઇન્સ્પેકટર જીતેન્દ્ર કુમારના ઘરે દરોડા પાડયા હતા. લગભગ 19 કલાક સુધી ચાલેલી છાપામારીમાં નિગરાની બ્યુરોની ટીમે તેમના અલગ અલગ ઠેકાણેથી ચાર કરોડ રૂપિયા, એક કિલો સોનુ, ઘણા જમીનના કાગળો, બેંકોમાં જમા થયેલી રકમ અને અનેક લગ્ઝરી ગાડીઓ જપ્ત કર્યા છે. જીતેન્દ્ર કુમારે વર્ષ 2011માં ડ્રગ ઇન્સ્પેકટરની નોકરી મેળવી હતી અને પોતાની 11 વર્ષની નોકરીમાં તેમણે કરોડોની અવૈધ સંપત્તિ જમા કરી છે.

મૂળરૂપે જહાનાબાદના ધોસી ક્ષેત્રના દરિયાપુર ગામના રહેનારા જીતેન્દ્ર હાલના દિવસોમાં પટનામાં પોસ્ટેડ હતા એને એક ફાર્મસી કોલેજ પણ ચલાવતા હતા. ઘણા લોકોએ VIBને જીતેન્દ્ર કુમારની ફરિયાદ કરી હતી.પટના સિવાય અન્ય પણ સ્થળોએ તેમના અવૈધ ફ્લેટ અને મકાન જપ્ત થયા છે, આમ તેના પર કાળી સંપત્તિ હોવાનો કેસ દર્જ થયો છે.અને પોતાની કાળી સંપત્તિ છુપાવવા માટે તેમણે અન્યના નામ પર પણ સંપત્તિ લીધેલી છે.

જીતેન્દ્રના ઘરમાં જ્યારે કબાટો ખોલવામાં આવ્યા તો તેમાંથી મોટા મોટા થેલાઓમાં 500, 2000, 200 અને 100 રૂપિયાની થપ્પીઓ મળી હતી જે ટોટલ ચાર કરોડ હતી.જ્યારે અધિકારીઓએ આ નોટ ગણવાનું શરૂ કર્યું તો તેઓ થાકી ગયા અને અંતે નોટને ગણવા માટે મશીનો મંગાવી પડી હતી.6 કલાક બાદ મશીન દ્વારા જાણ થઇ કે ટોટલ રકમ 4 કરોડ છે. જીતેન્દ્રના અલગ અલગ બેન્ક ખાતામાં 10 લાખ રૂપિયા જમા હતા અને સાથે જ તેના પર એવો આરોપ પણ છે કે તે ધુસ ફાર્મ કંપનીઓ અને દવાઓની દુકાનોથી તે એર ટિકિટ મંગાવતા હતા.

Krishna Patel