અંદરથી આવું દેખાય છે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીનું ઘર, જો વેચવા જાય તો ખાતામાં આવી જશે 5 હજાર કરોડ

ભારતમાં કેટલાક એવા લોકો છે, જેમણે તેમની મહેનતના દમ પર મોટી સફળતા હાંસિલ કરી છે. તેમાં ઘણા ક્ષેત્રોના નામ સામેલ છે. તેમાંથી જ એક છે બિઝનેસમેન અનિલ અંબાણી. અનિલ અંબાણી દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના ભાઇ છે અને ધીરૂભાઇ અંબાણીના નાના દીકરા છે. અવાર નવાર અનિલ અંબાણીની એવી ખબરો આવે છે કે, તેનાથી જાણવા મળે છે કે, તેઓ કેટલા દેવામાં ડૂબેલા છે.

લાંબા સમયથી દેવામાં ડૂબેલા અનિલ અંબાણી ઘણી કંપનીઓ વેચી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ Yes bankનું દેવુ ન ચૂકવવા પર રિલાયંસ ગ્રુપના સાંતાક્રુઝ સ્થિત હેડક્વોર્ટર પર કબ્જો જમાવી લીધો હતો. હવે તેઓ દેવુ નહિ ચૂકવી શકે તો તેમની અન્ય પ્રોપર્ટી પણ સીઝ થઇ શકે છે. તમને જણાવી દઇએ કે, તેમની પર કુલ 3.2 અરબ ડોલર એટલે કે લગભગ 22 હજાર કરોડની લોન છે, જેમાંથી કેટલીક રકમ તેઓ ચૂકવી ચૂક્યા છે.

તમને જાણીને હેરાની થશે કે, દેવા બાદ પણ તેઓ લગ્ઝરી લાઇફ જીવે છે. તેમની પાસે કોઇ પણ વસ્તુની કમી નથી. તો ચાલો જાણીએ તેમની લાઇફસ્ટાઇલ વિશે…

મુંબઇમાં પાલી હિલમાં અનિલ અંબાણીનું ઘર છે. તેમના બંગલાની કિંમત 5 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. તે દુનિયાની સૌથી મોઘી ઇમારતોમાં પણ એક છે. તેમનું ઘર 66 મીટર ઊંચુ છે. આ 16 હજાર સ્કેવર ફૂટમાં બનેલુ છે. બંગલાનું નામ ‘ધ સી વિંડ’ છે.

તેમના ઘરમાં જિમ, સ્વિમિંગ પુલ સહિત અનેક સુવિધાઓ છે. અહીં સુધી કે છત પર હેલીપેડ પણ બનાવવામાં આવ્યુ છે. 17 માળના આ ઘરમાં 4 લોકો અનિલ અંબાણી, પત્ની ટીના અંબાણી, બંને બાળકો અને તેમનો સ્ટાફ રહે છે. અનિલ અંબાણી અને ટીના અંબાણીને આર્ટ્સ અને પેઇન્ટિંગનો ઘણો શોખ છે. તેને જ કારણે તેમના બંગલામાં ઘણી પેઇન્ટિંગ્સ જોવા મળશે.

અનિલ અંબાણી ભલે ઠાઠમાઠથી રહેતા હોય પરતુ તેમની હાલત ખરાબ છે. તેમની ઘણી કંપનીઓ દેવામાં ડૂબેલી છે. તમને જણાવી દઇએ કે, અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ પર કુલ 12000 કરોડ રૂપિયાથી વધુનું દેવુ છે.

થોડા સમય પહેલા જ યશ બેંકે અનિલ અંબાણીની હેડઓફિસ “રિલાયંસ સેંટર”ને કબ્જે કર્યુ. તેની કિંમત લગભગ 2000 કરોડ રૂપિયા છે. 21 હજાર સ્કેવર ફૂટના આ ઓફિસ ઉપરાંત સાઉથ મુંબઇમાં બનેલા નાગિન મહેલના પણ બે ફ્લોર કબ્જે કર્યા છે. અનિલ અંબાણી પર હજી પણ કેટલીક બેંકોની લોનનું દેવુ છે. આવી સ્થિતિમાં જો તેઓ તેમનું ઘર વેચે છે તો પણ તેમને 5 હજાર કરોડ રૂપિયા જ મળશે.

જાન્યુઆરી 2018માં ફાઇનેંશિયલ સર્વિસિસ કંપની IIFLએ આ ઘરને ભારતના સૌથી મોંઘા ઘરોની સૂચિમાં બીજા નંબર પર રાખ્યુ હતુ. છેલ્લા વર્ષે અનિલ અંબાણીની નેટવર્થ 1.7 અરબ ડોલર હતી, તેમની કમાણી તેમના બિઝનેસથી થાય છે.

અનિલ અંબાણી પાસે લગ્ઝરી કારોનું ઘણુ મોટુ કલેક્શન છે. તેમની પાસે રોલ્સ રોયસ, લેક્સસ એકસયુવી, રેંજ રોવર, પોર્શે, ઓડી ક્યુ7. લેમ્બોર્ગિની ગેલાર્ડો, મર્સિડીઝ, એક સ્લાસ અને મર્સિડિઝ GLK350 જેવી કારો છે. અનીલ અંબાણી પાસે 4 પ્રાઇવેટ જેટ પણ છે, જેમાં બેલ 412, બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ ફેલકોલ7X અને ફેલકોલ 2000 છે.

એક સમય હતો જયારે 40 વર્ષની ઉંમરમાં અનિલ અંબાણીનું વજન 105 કિલો થઇ ગયુ હતુ, જેને કારણે તેઓ એક કિલોમીટર સુધી પણ ચાલી શકતા ન હતી. તે બાદ તેમણે રોજ દોડવાનું શરૂ કર્યુ અને આજે તેઓ દેશના સૌથી ફિટ બિઝનેસમેનમાંના એક છે.

Shah Jina